Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદ સ્થિત SVPI એરપોર્ટને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બદલ QCFI નેશનલ કોન્ક્લેવમાં એવોર્ડ એનાયત

  • June 29, 2023 

અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે ફરી એકવાર ઉત્કૃષ્ટ કાર્યક્ષમતા પુરવાર કરવામાં મેદાન માર્યું છે. SVPIAને ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઈન્ડિયા (QCFI) ની નવમી નેશનલ કોન્ક્લેવમાં ત્રણ એવોર્ડ જીતીને શ્રેષ્ઠ કાર્યક્ષમ એરપોર્ટનો ખિતાબ હાંસલ કર્યો છે. SVPI એરપોર્ટને '5S' અંતર્ગત પાર એક્સેલન્સ કેટેગરીમાં એવોર્ડ એનાયત થયો છે. આ સાથે જ એરપોર્ટે શ્રેષ્ઠતા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત કરી છે.


QCFI ની નેશનલ કોન્ક્લેવમાં દેશભરની વિવિધ સંસ્થાઓ તરફથી 5S પ્રેક્ટિસ માટે કુલ 145 કેસ સ્ટડીઝ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદ એરપોર્ટે અમલમાં મૂકેલી વર્કપ્લેસ મેનેજમેન્ટ સિસ્ટમને ત્રણ કેટેગરીમાં વિજેતા જાહેર કરવામાં આવ્યું છે.વર્કપ્લેસ મેનેજમેન્ટ માટે 5Sને ઉત્તમ, સફળ અને શ્રેષ્ઠ જાપાની મેનેજમેન્ટ તકનીક માનવામાં આવે છે. SVPI એરપોર્ટ દ્વારા 5S અમલી કરાતા કર્મચારીઓ કાર્યસ્થળે કાર્યક્ષમ, અસરકારક અને સુરક્ષિતપણે ફરજ નિભાવે છે. જેનાથી સમય અને સંસાધનોનો સુનિયોજીત અને મહત્તમ ઉપયોગ થાય છે. વળી તેનાથી કાર્યસ્થળ પર થતો બિનજરૂરી વેડફાટ અટકે છે. 5S ટર્મ પાંચ જાપાનીઝ શબ્દો પરથી ફતરી આવી છે. જેમાં Seiri (પુનઃસંગઠન), Seiton (સુઘડતા), Seiso (સ્વચ્છતા), Seiketsu (સ્ટાન્ડર્ડાઇઝેશન) અને Shitsuke (શિસ્ત)નો સમાવેશ થાય છે.


SVPIA દ્વારા રજૂ કરાયેલા ત્રણ કેસ સ્ટડીઝ એન્જિનિયરિંગ અને મેન્ટેનેન્સ વિભાગના હતા. એરપોર્ટ પર જ્યાં 5s વર્કપ્લેસ મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે તેમાં STP (સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ), ટર્મિનલ 2 - પંપ હાઉસ, અને T1 - સ્વિચ રૂમ જેવા સ્થળોનો સમાવેશ થાય છે. 5s ના અમલીકરણથી અસુરક્ષિત ઘટનાઓમાં ઘટાડો, મેઈન્ટેઈન્ડ સાધનોની ઉપલબ્ધતા, વિશ્વસનીયતામાં વધારો, ગ્રાહકોને ઉત્કૃષ્ટ અનુભવ, તેમજ પુનઃપ્રાપ્તિ માટે લાગતા સમય અને જગ્યામાં ઘટાડો થયો છે.QCFI તરફથી એનાયત પુરસ્કારો ઉત્કૃષ્ટતા માટે એરપોર્ટની પહેલો અને પ્રતિબદ્ધતા પુરવાર કરે છે. SVPIA કામગીરીમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા તેમજ સકારાત્મક ગ્રાહક અનુભવ માટે હંમેશા કટીબદ્ધ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application