અમદાવાદનાં હાટકેશ્વર વિસ્તારમાં બનાવવામાં આવેલા બ્રિજ મામલે મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. જેના પગલે તંત્ર સફાળું જાગ્યું હતું. હવે આ મામલે એક મોટા અહેવાલ સામે આવ્યા છે. અમદાવાદ હાટકેશ્વર બ્રિજ કેસમાં અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં માલિક ચિરાગ પટેલ અને કલ્પેશ પટેલ જાતે જ પોલીસ સામે હાજર થઈ ગયા છે. માહિતી અનુસાર આ બંને ખોખરા પોલીસ સ્ટેશને હાજર થયા હતા. મળતા અહેવાલો અનુસાર અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં માલિક ચિરાગ પટેલ અને કલ્પેશ પટેલની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. જેના પગલે બંનેએ ધરપકડના ડરથી જાતે જ હાજર થઈ જવાનો નિર્ણય કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application