ડુંગળી બટાકાના ભાવ મામલે ખેડૂતો માટે સરકારે જાહેર કરેલી સહાયને કોંગ્રેસ દ્વારા અપૂર્તી ગણાવવામાં આવી છે. છેલ્લા કેટેલાક દિવસથી બટાકા અને ડુંગળીમાં ભાવ ના મળવાના કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી ત્યારે સહાય પેકેજ રુપે 240 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ મામલે કોંગ્રેસે હસ્તક્ષેપ કરતા વધુ માંગ આ મામલે કરી છે.
કિલો દીઠ મામૂલી સહાયની નહીં પરંતુ વિઘા દીઠ સહાયની કોંગ્રેસ દ્વારા માંગ
વિઘા દીઠ સહાયની માંગ કરવામાં આવી છે. કિલો દીઠ મામૂલી સહાયની નહીં પરંતુ વિઘા દીઠ સહાયની કોંગ્રેસે માંગ કરી છે. કાયમી નિરાકરણના નક્કર પ્રયાસોની માંગ કરવામાં આવી છે. કિલો દીઠ મામૂલી સહાયની નહીં પરંતુ વિઘા દીઠ સહાયની કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ કહ્યું હતું કે, ડુંગળી-બટાકાના ખેડતોને સરકારે કરેલી જાહેરાત અપૂર્તી છે. કિલો દીઠ મામૂલી સહાય નહીં પરંતુ વિઘા દીઠ સહાય કરવામાં આવે.
સરકાર તરફથી આ સહાય બટાકા ડુંગળીને લઈને કરવામાં આવી છે
- અંદાજે 2 લાખ મેટ્રીક ટન ડુંગળી થઈ
- બટાકા અને ડૂંગળી પકવતા ખેડૂતો માટે 240 કરોડનું સહાય પેકેજ
- બટાકાની વાહતુક સહાય અંતર્ગત 20 કરોડની સહાય
- બટાકા નિકાસમાં પ્રતિ મેટ્રીક ટને 750ની સહાય કરવામાં આવશે.
-નિયમ 44 અંતર્ગત કરી રાઘવજી પટેલે જાહેરાત
- કોલ્ડસ્ટોરેજમાં બટાકા મુકવાને લઈને રુ. 1ની કિલોએ સહાય
- એપીએમસીમાં વેચાણ કરતા ખેડૂતો માટે 20 કરોડની જાહેરાત
- બટાકા કટ્ટા દીઠ 50 રુપિયાની સહાય
- લાલ ટૂંગળી માટે 70 કરોડનું સહાય પેકેજ
- ડુંગળીના કટ્ટા દીઠ 100 રુપિયાની જાહેરાત
- 500 કટ્ટાની મર્યાદામાં 1 ખેડૂતને સહાય ચૂકવવામાં આવશે
- બટાકા કોલ્ડસ્ટોરેજમાં મુકવા માટે 1 રુપિયાની સહાય
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500