Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદમાં 72 વર્ષ બાદ ભગવાન જગન્નાથ નવા રથમાં બેસીને નગરચર્યાએ નીકળશે, આજે ભગવાન જગન્નાથનાં નંદીઘોષ રથનો ટ્રાયલ લેવામાં આવશે

  • May 22, 2023 

અમદાવાદમાં 72 વર્ષ બાદ ભગવાન જગન્નાથ નવા રથમાં બેસીને નગરચર્યાએ નીકળશે. આજે ભગવાનની જગન્નાથના નંદીઘોષ રથનો ટ્રાયલ લેવામાં આવ્યો હતો. રથયાત્રા જ્યારે માણેકચોકમાં ચાંલ્લાની ઓળ ખાતે સાંકડી શેરીમાંથી પસાર થાય છે ત્યારે તકલીફ પડે છે. નવા રથમાં પણ માણેકચોકમાં આવી કોઈ તકલીફ ન પડે તેના માટે થઈને આજે રથ સાંકડી જગ્યાથી પસાર થઈ શકે કે કેમ તેનો આજે ટ્રાયલ લેવામાં આવ્યો હતો.






જોકે સુભદ્રાજી અને બલભદ્રજીનાં રથનું ટ્રાયલ કરાશે ભગવાન જગન્નાથનાં 72 વર્ષ બાદ નવા રથ બનાવવામાં આવ્યા છે. રથમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલમાં રથમા ટ્રાયલ દરમિયાન કોઈ તકલીફ જણાઈ નથી. પરંતુ હજી પણ આમાં વધુ ચેકિંગ કરવામાં આવશે અને જો કોઈ પણ સુધારા વધારા કરવાની જરૂરિયાત રહેશે તો કરવામાં આવશે. આગામી દિવસોમાં સુભદ્રાજી અને બલભદ્રજીનાં રથનું પણ ટ્રાયલ કરવામાં આવશે.






જગન્નાથપુરીનાં રથ જેવા જ લાગે તેવો પ્રયાસ જગન્નાથ મંદિરનાં ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ મીડિયાને જણાવ્યું હતું કે, આજે ભગવાન જગન્નાથનું ખલાસીઓએ ટ્રાયલ લીધો હતો. રથ વાળવામાં તે જે તકલીફ પડે છે તે આ નવા રથમાં તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ વખતે નવા રથ જગન્નાથપુરીનાં રથ જેવા જ લાગે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. રથના કલરની ખાસ વિશેષતા છે કારણ કે જગન્નાથપુરીમાં જે રથના કલરો છે. તેવા જ કલરોના રથ આ વખતે કરવામાં આવ્યા છે. રથનો આગળનો ભાગ છે થોડો મોટો કરવામાં આવ્યો છે. રથમાં જે કાર્ડની જગ્યા છે તે પણ યોગ્ય રીતે કરવામાં આવી છે જેનાથી રથ પર બેસતા લોકોને કોઈ તકલીફ ન પડે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News