ભારતીય નૌસેનાના નવા અધ્યક્ષ તરીકે એડમિરલ આર હરિ કુમારે કાર્યભાર સંભાળી લીધો છે. નિવૃત્ત થયેલા હાલના ચીફ એડમિરલ કરમબીર સિંહે આજે તેમને નૌસેનાની કમાન સોંપી દીધી હતી. એડમિરલ આર.હરિ કુમારને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતુ. આ પહેલા તેઓ નૌસેનાના પશ્ચિમી કમાનના વડા હતા. તેમણે ચાર્જ સંભાળતાની સાથે જ પોતાના માતા વિજય લક્ષ્મીના આશીર્વાદ લીધા હતા. દરમિયાન વિદાય લઈ રહેલા નૌસેના અધ્યક્ષ એડમિરલ કરમબીર સિંહે કહ્યુ હતુ કે, 30 મહિના સુધી મને નૌસેનાની કમાન સંભાળવાનુ સન્માન મળ્યુ હતુ. એક યોગ્ય લીડરશીપના હાથમાં નૌસેનાને હું સોંપી રહ્યો છુ. દરમિયાન એડમિરલ આર.હરિ કુમારે કહ્યુ હતુ કે, હું એડમિરલ કરમબીર સિંહના નેતૃત્વ તેમજ માર્ગદર્શન માટે આભારી છું. એડમિરલ આર.હરિ કુમારે સન-1983માં નેવી જોઈન કરી હતી અને 38 વર્ષના કેરિયરમાં તેઓ નૌસેનાના એરક્રાફટ કેરિયર આઈએનએસ વિરાટ તેમજ બીજા યુધ્ધ જહાજોના કમાન્ડિંગ ઓફિસર પણ રહી ચુકયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application