Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ, નર્મદા અને સુરતનાં પ્રોહિબિશનનાં સાત ગુનામાં વોન્ટેડ બે આરોપી ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • August 23, 2023 

ભરૂચ એલ.સી.બી.એ ભરૂચ-નર્મદા અને સુરત જિલ્લા સહિત પ્રોહિબિશનનાં સાત ગુનામાં વોન્ટેડ બે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને તહેવારો શાંતિપૂર્વક વાતાવરણમાં સંપન્ન થાય તે માટે આપેલ સૂચનાને આધારે ભરુચ એલ.સી.બી.ના પી.એસ.આઈ. સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો. તે દરમિયાન બાતમી મળી હતી ભરૂચ-નર્મદા અને સુરત જિલ્લા મળી કુલ 4 પ્રોહિબિશન એક્ટનાં ગુનામાં સંડોવાયેલ ધ્રુવ ઉર્ફે જીનું પટેલ ભાવનગરથી વડોદરા તરફ ટ્રાવેલ્સમાં આવી રહ્યો છે.


જેવી બાતમીના આધારે વાસદ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન પોલીસની બાતમી વાળી ટ્રાવેલ્સમાંથી તેને ઝડપી લીધો હતો તો આવી જ રીતે ભરુચની નર્મદા ચોકડીથી ઓસારા રોડ ઉપરથી બુટલેગર કિશન અશોક ચુડાસમાને ઝડપી પાડી બંને ઈસમોને ભરૂચ બી ડિવિઝન પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application