કેનેડાના વર્ક પરમીટના વિઝાના નામે રૃ.4.50 લાખ મેળવ્યા બાદ વીઝા ન મળતાં અવેજ પેટે મેળવેલા નાણાની ચુકવણી પેટે આપેલા ચેક રીટર્ન કેસમાં આરોપીને એડીશ્નલ સીવીલ જજ તથા જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ આસીમા ગર્ગે ત્રણ મહીનાની કેદની સજા કરી છે.
મળતી માહિતી મુજબ ફરિયાદી કમલેશ જીવાભાઈ પટેલ (રે.શુભ એન્કલેવ,વેસુ)એ પોતાના પુત્ર હાર્દિકને કેનડા જવા વર્ક પરમીટની જરૃર હોઈ ઓગષ્ટ-2020માં ઓશન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના આરોપી સંચાલક કુલદીપ રમેશભાઈ પાનસુરીયાનો સંપર્ક સાધ્યો હતો.જેથી ત્રણ વર્ષની વર્ક પરમીટના વિઝાની કન્સલ્ટીંગ ફી સહિત કુલ રૃ.4.50 લાખ ફરિયાદી પાસેથી મેળવ્યા બાદ વીઝા અપાવવામાં નિષ્ફળ ગયા હતા.જેથી ફરિયાદીએ લેણી રકમ પરત માંગતા આરોપીએ 4.50 લાખના લેણાના પેમેન્ટ પેટે બે ચેક લખી આપ્યા હતા. તે રીટર્ન થતા કોર્ટમાં ફરિયાદ નોંધાવાઇ હતી. જેની અંતિમ સુનાવણી બાદ કોર્ટે આરોપી કુલદીપ પાનસુરીયાને ત્રણ મહિનાની કેદ, ફરિયાદીને ચેકની લેણી રકમ વળતર પેટે ન ચુકવે તો વધુ એક માસની કેદ તથા આરોપી વિરુધ્ધ પકડ વોરંટ ઈસ્યુ કરવા હુકમ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application