સોનગઢ - વ્યારા નેશનલ હાઇવે ઉપર સફેદ પટ્ટા મારવાનું કામ કરતા એક મજૂરને ટ્રકે ટક્કર મારતાં મજૂરને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે સોનગઢ - વ્યારા નેશનલ હાઇવે નંબર-૫૩ ઉપર આજરોજ પાંચ - છ જેટલા મજૂરો હાઇવેની વચ્ચે સફેદ પટ્ટા મારવાનું કામ કરી રહ્યાં હતા.તે દરમિયાન એક ટ્રક નંબર ઓડી-૧૮-બી -૪૪૮૯ ના ચાલકે પોતાની કબજાની ટ્રક પુર ઝડપે અને ગફલભરી રીતે હંકારી લઈ આવી એક મજૂરને અડફેટે લેતા વિક્રમ મહેરા (ઉ.વ.૨૨) રહે. રાજસ્થાન નાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને તાત્કાલિક વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો જોકે બાદમાં વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application