Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:શરાબ અને કબાબ નો શોખીન ભરત પટેલ ના ઘરમાંથી વિદેશી દારૂ મળી આવ્યો

  • October 18, 2020 

તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતો ભરત પટેલ રંગીલા મિજાજનો હતો. ક્લાસ વન અધિકારી તરીકે ના તગડો પગાર અને બે નંબરના નાણા ની કમાણી માં આળોટતા લાંચિયા અધિકારી ભરત પટેલ ના તેના કર્મોનું પાપ નો ઘડો આખરે આજે છલકાયો અને પોલીસની ગીરફત માં જંગી લાંચ લેવાના આરોપસર ના ગુનામાં આવી ગયો હતો.

 

 

પોલીસે આરોપી ભરત પટેલ ના વ્યારા-ઉનાઇ રોડ ઉપર આવેલા ગોકુલધામ સોસાયટી માં તેના બીજા માળે ૨૦૪ નંબરના ફ્લેટમાં સર્ચ હાથ ધર્યું હતું. તેના બેડરૂમમાં મૂકવામાં આવેલા બોક્સ પલંગ ના ખાનામાં તપાસ કરતા પોલીસ ક્ષણ માટે દંગ રહી ગઈ હતી. વગર પાસ પરમીટ ની અલગ-અલગ બ્રાન્ડ ની નાની મોટી કીમતી વિદેશી દારૂની બોટલ નંગ ચાર જેની કિંમત રૂપિયા ૪૯૮૦ ની મત્તા ની મળી આવતા હેડ કોન્સ્ટેબલ ગણપતભાઈ ગોનાભાઈની ફરિયાદના આધારે તેની વિરુદ્ધ વ્યારા પોલીસ મથકમાં પ્રોહીબીશન અંતર્ગત વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે.

 

તાપી જિલ્લા શિક્ષણાધિકારી ભરત પટેલનો ભૂતકાળ ખરડાયેલો

 

 ભાજપના રાજમાં ભાજપ સાથે સંકળાયેલ આગેવાન શાળાના સંચાલક પાસે રૂપિયા ૧૦ લાખની જંગી લાંચ માંગવાના કેસમાં ધરપકડ કરાયેલા તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરત પટેલનો ભૂતકાળ ખરડાયેલો છે.

 

 

સુરતમાં ફરજ દરમિયાન મહિલા કર્મચારીને બિભત્સ મેસેજ કરવામાં સસ્પેન્ડ કરાયો હતો…

 

 સુરત જિલ્લા પંચાયત માં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકેની ફરજ દરમિયાન સને.૨૦૧૫ માં સર્વ શિક્ષા અભિયાન માં ફરજ બજાવતા તળ સુરતી મહિલા કર્મચારી ને બિભત્સ મેસેજ કરી પજવણી કરવાની સાથે અભદ્ર માંગણી કરવામાં આવતા ભરત પટેલ ના અસહ્ય ત્રાસ માંથી છૂટવા હિંમત દાખવીને તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી વિજય ખરાડી ને લેખિતમાં પુરાવા સાથે ફરિયાદ કરી હતી. તેના વિરૂદ્ધની તપાસમાં વજૂદ જણાતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને તેનું સસ્પેન્શન નું હેડક્વાર્ટર પોરબંદર રાખવામાં આવ્યું હતું.

 

સુધરે તે બીજા….

 

 બાદમાં વલસાડ ખાતે ફરજ ઉપર મુકાયો હતો. જોકે સુધરે તે બીજા એ કહેવત અનુસાર તેના વિરુદ્ધ અસંખ્ય ફરિયાદો ઉઠવા પામી હતી છતાં રાજકીય વગ ના આધારે ટકી રહ્યો હતો છેવટે તેની તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે બદલી કરવામાં આવી હતી તેની ફરજ નો રેકોર્ડ સારો ન હોવા છતાં છોગામાં તેને જિલ્લા શિક્ષણ અધિકારી તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application