Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત:ટ્રાફિક શાખાનો એએસઆઈ અને ટીઆરબી લાંચ લેતા ઝડપાયા

  • October 05, 2020 

સુરત શહેરના કાપોદ્રા ચારરસ્તાની આગળ જતાં, શ્રીરામ ચોક ચાર રસ્તા ઉપર ટ્રાફિક શાખાનો એએસઆઈ અને ટીઆરબી જવાન રૂપિયા ૧૦૦૦/-ની લાંચ લેતા એસીબીના ડીકોયમાં ઝડપાયા હતા.

 

ફ્રુટના છુટક ધંધો કરતા લારીવાળાઓ પાસેથી અવાર-નવાર લાંચ લેવાતી 

મળતી માહિતી અનુસાર સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ફ્રુટના છુટક ધંધો કરતા લારીવાળાઓ પાસેથી અવાર-નવાર લાંચ લેવાતી હોવાની ચોક્કસ બાતમી  આધારે એસીબીએ ડીકોયર નો સહકાર મેળવેલ જેમાં ડીકોયર પોતાની લારીમાં ફ્રુટ ભરીને હીરાબાગ ચારરસ્તા થી કાપોદ્રા ચારરસ્તા વચ્ચેના જાહેર રસ્તા ઉપર ફ્રુટની લારી લઇ ફ્રુટનો ધંધો કરતા હોય અને (૧) રાકેશ ફતેસીંગ ચૌધરી, એ.એસ.આઇ નોકરી,રીજીયન-૧, ટ્રાફીક શાખા,સુરત શહેર તથા (૨) સનેષ કનૈયાલાલ કુશવાહા, ટી.આર.બી. નોકરી,રીજીયન-૧, ટ્રાફીક શાખા, સુરત શહેર નાઓએ ડીકોયર ને જાહેર રસ્તા ઉપર લારી ઉભી રાખી ધંધો કરવાના અવેજ પેટે મહિનાના રૂપિયા ૫૦૦ થી ૧,૦૦૦/- સુધી ના લાંચની માંગણી કરતા હોવાની આધારભુત માહિતી મળેલ. 

 

જે આધારે એસીબીના પીઆઈ એસ.એન.દેસાઇ નાઓએ ડીકોયરનો સહકાર મેળવી તા.૩/૧૦/૨૦૨૦ ના રોજ ડિકોય નું આયોજન કરેલ, જેમાં ડિકોયર નાઓએ ટ્રાફીક શાખાના એએસઆઈ રાકેશભાઈ ચૌધરી ને મળતા તેઓએ હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં ટી.આર.બી જવાન સનેષ કુશવાહા ને તા.૪/૧૦/૨૦૨૦ ના રોજ આપવા જણાવેલ જેથી આજરોજ ડીકોયર ટી.આર.બી જવાન ને મળતા લાંચની માંગણી કરી અને એએસઆઈ રાકેશભાઈ ચૌધરી ના કહેવાથી લાંચની રકમ સ્વીકારી હતી. બનાવ અંગે બંને આરોપીઓને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.( સાંકેતિક તસ્વીર ) 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application