Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હંસલ મહેતાની 'ગાંધી' સીરિઝમાં એ.આર.રહેમાન મ્યુઝિક આપશે

  • October 03, 2024 

હંસલ મહેતાની 'ગાંધી' સીરિઝમાં એ.આર.રહેમાન મ્યુઝિક આપી રહ્યા છે. ગાંધી જયંતીના દિવસે રહેમાન તથા હંસલ મહેતાએ આ જાહેરાત કરી હતી. હંસલ મહેતાની આ વેબ સીરિઝમાં પ્રતીક ગાંધી મહાત્મા ગાંધીની ભૂમિકામાં છે. આ સીરિઝ આગામી વર્ષે રીલિઝ થવાની સંભાવના છે. સીરિઝ માટે રામચંદ્ર ગુહાના પુસ્તકનો આધાર લેવાયો છે. રહેમાને આ જાહેરાત કરતાં કહ્યું હતું કે, ગાંધીજીનાં જીવનપ્રસંગો બહુ રસપ્રદ છે. તેમના સત્યના પ્રયોગો અને તેઓ સતત કેવી રીતે પરિવર્તન સાધતા ગયા તે જીવનપ્રસંગો પ્રેરણાદાયી છે. આ સીરિઝ સાથે સંકળાવા મળ્યું તેને હું મારું અહોભાગ્ય માનું છું. હંસલ મહેતાએ કહ્યું હતું કે, ગાંધીજીની વાત જે સ્તરે અને જે ગાંભીર્ય સાથે કહેવાઈ રહી છે તેને રહેમાનના સંગીત દ્વારા વધુ અસરકારક રીતે રજૂ કરી શકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application