મનિષા એસ. સુર્યવંશી/તાપી : ડોલવણનાં એ.પી.એમ.સી. માર્કેટ યાર્ડ પાસે ટેમ્પો ચાલકને રોકી, ‘જેમ ફાવે તેમ નાલાયક ગાળો બોલી અને પથ્થર મારી ઈજાગ્રસ્ત’ કરનાર બે ઈસમો સામે ડોલવણ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વડોદરાનાં ફતેગંજ વિસ્તારમાં રહેતા ઈરફાનભાઇ નબીશેરખાન અહેમદશેરખાન પઠાણ (ઉ.વ.31)નાઓ ગત તારીખ 31/12/2023નાં રોજ પોતાના કબ્જાનો આઇસર ટેમ્પો નંબર GJ/10/TX/0505માં વડોદરાથી રેપર ભરીને હૈદરાબાદ જવા માટે નીકળ્યા હતા અને તેઓ વાયા સુરત, પલસાણા, વાલોડ, થઈને ડોલવણ આવતા હતા.
તે દરમિયાન બે કિલોમીટર દૂરથી બે અજાણ્યા માણસો પોતાની બાઈક લઈને ઈરફાનભાઈને ટેમ્પો સાઈડમાં ઉભી રખાવાનો ઈશારો કર્યો હતો પરંતુ ઇરફાનભાઈએ ટેમ્પો ઉભો નહીં રાખ્યો હતો જેથી ડોલવણ એ.પી.એમ.સી. માર્કેટયાર્ડ બાઈક ટેમ્પો સામે ઊભી રાખી દીધી હતી અને બંને જણા ટેમ્પો ચાલક ઈરફાનભાઇને કહેવા લાગ્યા હતા કે, ‘ગાડી કેમ ઉભી નથી રાખતો તેમ કહી જેમ ફાવે તેમ નાલાયક ગાળો બોલવા લાગ્યા હતા તેમજ બાઈકની પાછળ બેસેલ ઈસમે નીચેથી પથ્થર લઈ ઇરફાનભાઇને મોઢાની જમીન બાજુ છૂટો મારતા ઈરફાનભાઈને ઈજા પહોંચી હતી જેથી ઈરફાનભાઇએ પથ્થર ફેંકનારનું નામ પૂછતા તેણે તેનું નામ વૈભવ વસંત ગામીત (રહે.ડોલવણ)નાં હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ ઈરફાનભાઇને ઇજા પહોંચતા તેઓ પહેલા ડોલવણ સરકારી દવાખાને સારવાર માટે ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલ આવ્યા હતા જ્યાં ઈરફાનભાઇને X-ray કરાવતા મોઢાના ભાગે ફ્રેકચર થયું હોવાનું જણાવ્યું હતું અને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવાનું જણાવ્યું હતું પરંતુ ઈરફાનભાઇ વડોદરા ખાતે રહેતા હોય તેઓ વધુ સારવાર વડોદરા ખાતે લેશે. બનાવ અંગે ઈરફાનભાઇએ તારીખ 01/01/2024નાં રોજ ડોલવણ પોલીસ મથકે વૈભવ ગામીત અને તેના સાથેનો એક અજાણ્યા ઈસમ સહીત બે સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500