Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં રેતીની ટ્રક વાળા પાસે રૂપિયા 25 હજારની લાંચ માંગનાર હેડકોન્સ્ટેબલ વિરુધ્ધ એસીબીએ ગુનો દાખલ કર્યો

  • December 16, 2020 

તાપી જીલ્લાના વ્યારા માંથી રેતી ની હેરાફેરીમાં ફરતી ટ્રકો વાળા પાસે એક ટ્રકના બે હજાર લેખે ફરિયાદીની પાંચ ટ્રકોના દશ હજાર અને મિત્રના બાકીના પંદર હજાર મળી કુલ 25 હજારની લાંચ માંગવાનાં ગુનામાં એસીબીએ વ્યારાના હેડકોન્સ્ટેબલ વિરુધ્ધ આજરોજ ડિમાન્ડ નો ગુનો દાખલ કર્યો છે, જેને લઇ લાંચિયા પોલીસકર્મીઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.

 

 

 


મળતી માહિતી અનુસાર એસીબીને ફરીયાદ કરનારની ટ્રકો રેતીની હેરાફેરીમાં ફરતી હોય અને તાપી એલસીબી શાખમાં ફરજ બજાવતા પોલીસવાળા અનિલભાઇ રામજીભાઇ ડંભેલકર નાઓએ તેઓના ફરજના વિસ્તારમાં ફરીયાદીની ટ્રકો રોકી હેરાનગતી નહી કરવા એક ટ્રકના બે હજાર લેખે ફરીયાદીની પાંચ ટ્રકોના દસ હજાર રૂપિયા તથા ફરીયાદીના મિત્રના બાકીના રૂપિયા પંદર હજાર મળી કુલ રૂપિયા 25 હજારની લાંચની માંગણી કરેલ જે બાબતની ફરિયાદના આધારે પોલીસ ઇન્સ્પેકટર, સુરત શહેર  એસીબી પોલીસ સ્ટેશન,નાઓએ તા.27મી જુન 2018 થી 29મી જુના 2018 ના રોજ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપી  હેડકોન્સ્ટેબલએ લાંચની  રકમ સ્વીકારેલ નહી. જે અન્વયે પીઆઈ કે.જે.ચૌધરી, સુરત શહેર એસીબી નાઓએ પ્રાથમિક તપાસ હાથ ધરતા આરોપી હેડ કોન્સ્ટેબલ અનીલભાઈએ લાંચની રકમની માંગણી કરેલ હોવાના પુરતા પુરાવા તપાસ દરમ્યાન મળી આવેલ હોય, પ્રાથમિક તપાસ કરનાર અધિકારીએ સરકારશ્રી તરફે ફરીયાદી બની ડિમાન્ડ નો ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો.

 

 

સુત્રો અનુસાર હેડ કોન્સ્ટેબલ અનીલભાઈ ડંભેલકરની એસીબીએ આજરોજ વ્યારા પોલીસ સ્ટેશન માંથી ધરપકડ કરી હતી. કોરોના ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો હતો જોકે કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા હેડ કોન્સ્ટેબલની આજરોજ ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આગળની વધુ તપાસ કરનાર પીઆઈ વી.એ.દેસાઇ તાપી એસીબી પોલીસ સ્ટેશન વ્યારા નાઓએ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application