Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચનાં શાહપુરા પાસે ચોરીની બાઈક સાથે યુવક ઝડપાયો

  • August 16, 2023 

ભરૂચનાં શાહપુરા પાસેનાં ચોકડી પાસે ચોરીની બાઇક સાથે એક યુવકને 85 હજારનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભરૂચ જિલ્લા પોલીસ વડાએ અનડિટેક મિલ્કત સંબંધી ગુના શોધી કાઢવા આણે અટકાવવા માટે આપેલ સૂચનાને આધારે નબીપુર પોલીસ મથકના પી.એસ.આઈ. અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, અગાઉ બે મહિના પહેલા નિકોરા ગામથી ચોરી થયેલ મોટર સાયકલ જીજે/16/સીક્યૂ/2686 લઈ એક યુવક નાંદ ગામના મેળામાં આવનાર છે જેવી બાતમીના આધારે પોલીસે શાહપુરા તરફ જવાની ચોકડી પાસે વોચ ગોઠવી હતી.



તે દરમિયાન બાતમી વાળો ઈસમ આવતા પોલીસે તેને અટકાવી બાઈકના જરૂરી કાગળો માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે ઇ-ગુજકોપ અને પોકેટ કોપમા મોટર સાયકલ નંબર સર્ચ કરતા તે ચોરીની હોવાનું માલૂમ પડતાં પોલીસે ઝડપાયેલ ઇસમની પૂછપરછ કરતાં નવ મહિના પહેલા નિકોરા ગામેથી બીજી એક મોટર સાયકલ ચોરી કરેલાની કબુલાત કરતા પોલીસે નિકોરા ગામના હરસિધ્ધી ફળીયામાં રહેતો ગૌરવકુમાર કનુભાઇ માછી પટેલને ઝડપી પાડી બંને ચોરી થયેલ બાઇક મળી કુલ 85 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application