મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડના વિરપોર ગામના કોલેજ નજીક બુહારી-બેડચિત જતાં રોડ ઉપર પુરઝડપે હંકારી લાવી બાઈક ચાલક યુવકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રીફલેકટરના થાંભલા સાથે અથડાઈ જતાં ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળ ઉપર જ મોત નિપજયું હતું.
મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાના કરંજખેડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં MPHWમાં ફરજ બજાવતા અને હાલ વાલોડના વિરપોર ગામના શ્રીજી નગરીમાં રહેતા જીગ્નેશભાઈ બાબુભાઈ પટેલનો ૧૯ વર્ષીય દીકરો અક્ષીતકુમાર જીગ્નેશભાઈ પટેલ (મૂળ રહે.ડોલવણ, બામણામાળદૂર ગામ, નીચલું ફળિયું)નો તારીખ ૦૧-૦૨-૨૦૨૫ નારોજ વિરપોર ગામના કોલેજ નજીક બુહારી-બેડચિત જતાં રોડ ઉપર પોતાના કબ્જાની બાઈક નંબર જીજે-૨૭-ડીએસ-૬૯૩૪ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પોતાની બાઈકના સ્ટેરીંગનો કાબુ ગુમાવી દેતા બાઈક ડીવાઈડર સાથે ઘસડાઈને ડીવાઈડર ઉપર આવેલ રીફલેકટરના થાંભલા સાથે અથડાઈ જતાં અકસ્માત સર્જાયો હતો.
જોકે આ અકસ્માતમાં બાઈક ચાલક અક્ષીતકુમારને માથામાં તથા જમણા હાથે અને જમણા પગે તેમજ પેટના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પિતા જીગ્નેશભાઈ બાબુભાઈ પટેલનાએ વાલોડ પોલીસ મથકે અકસ્માત અંગેની જાણ કરી હતી. જયારે પરિવારમાં એકના એક દીકરાના મોતથી માતમનો માહોલ છવાઈ ગયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500