તારીખ ૨ જી ઓકટોબર મહાત્મા ગાંધીજીના જન્મ જયંતિના અવસરે સમગ્ર ભારતમાં સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવ્યું છે. જે અન્વયે શ્રી એમ.આર.દેસાઈ આર્ટસ એન્ડ ઈ.ઈ લહેર કોસાડીયા કોમર્સ કોલેજ ચીખલી ખાતે ગાંધી જયંતીના દિને ગણદેવી ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વચ્છતા પખવાડિયા ના ભાગરૂપે રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત " સ્વચ્છતા હી સેવા" કાર્યક્રમ હેઠળ પ્રાંત કચેરી અને જાહેર રસ્તાઓ તથા બસ સ્ટેન્ડ આજુબાજુના વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સફાઇ અભિયાન, પ્રતિજ્ઞા, સેલ્ફી, રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતાં અભિયાનમા ૬૭ જેટલા NSS ના સ્વયંસેવકો જોડાયા હતા. દુકાનદારો વેપારીઓ અને લોકોને કચરો ન કરવા અને સ્વચ્છતા જાળવવા સ્વચ્છતાથી સ્વસ્થ રહી શકાય તે માટે સમજાવવામાં આવ્યા હતા તથા સપથ એન.એસ.એસ. ના સ્વયંસેવકો દ્વારા લેવડાવવામાં આવ્યા હતા. આ સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા કોલેજનાં NSS પ્રોગ્રામ ઓફિસર પ્રા.એ.સી.પટેલ તથા પ્રા.ડો.પરેશભાઈ દેસાઈ સ્વયં સેવકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાફ-સફાઈ અભિયાનમાં માટે કોલેજના વિદ્યાર્થીઓને ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ દ્વારા જીવનમાં સ્વચ્છતા બાબતે જાગૃત બની અને લોકોમાં જાગૃત્તા લાવવા જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application