Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વરની ઝાયડ્સ લાઈફસાયન્સ લિમિટેડ ખાતે મોકડ્રીલનું સફળતા પૂર્વક આયોજન કરાયું

  • August 11, 2023 

ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં બનતી દુર્ઘટનાઓના કારણે ઊભી થતી ઇમરજન્સીને પહોંચી વળવા માટે સમયાંતરે મોકડ્રીલ યોજવામાં આવે છે. જે અંતર્ગત ઝાયડ્સ લાઈફ સાયન્સ લિમિટેડ (યુનિટ -2) ખાતે લોકલ ક્રાઈસીસ ગૃપ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દુર્ઘટના સમયે કેવી રીતે બચાવ કામગીરી થઇ શકે તેનો લાઈવ સિનારિયો ઉભો કરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર અને ભરૂચ નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય દ્વારા ઝાયડ્સ લાઈફ સાયન્સ લિમિટેડ, (યુનિટ-2) ખાતે ઑફ સાઈટ ઇમરજન્સી પ્લાનનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.



જેમાં ફેક્ટરીમાં રહેલા મિથેનોલ સ્ટોરેજ ટેન્કની લાઈન લીકેજ થતા તેને કંટ્રોલ કરવા માટે ઝાયડ્સ લાઈફ સાયન્સ લિમિટેડ (યુનિટ -2)ની જુદી જુદી ટીમો દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ સ્પાર્ક થતા આગ પકડાય હતી. મિથેનોલ લીકેજનું પ્રમાણ લિમિટ કરતા વધારે માત્રામાં હોવાથી આગ મોટા પ્રમાણમાં લાગી હતી. ઓન સાઈટ ઇમરજન્સી કંટ્રોલમાં ન આવતા કારખાનાના સાઈટ મેઈન કંટ્રોલર દ્વારા ઑફ સાઈટ ઇમરજન્સી જાહેર કરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ પ્રિવેન્સન સેન્ટર કંટ્રોલ રૂમને જાણ કરતા લોકલ ક્રાઈસીસ ગ્રુપ અંકલેશ્વર હરકતમાં આવી ઝાયડ્સ લાઈફ સાયન્સ લિમિટેડ (યુનિટ-2) ખાતે લોકલ એડમિનિસ્ટ્રેટિવ ટીમ, પોલીસ, ફાયર બ્રિગેડ, એન.ડી.આર.એફ અને મેડિકલ ટીમ પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.



તેમજ ઘાયલ વ્યક્તિને તાત્કાલિક ધોરણે જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અને સ્થિતિને સંપૂર્ણ કાબુમાં લીધી હતી. આ મોકડ્રીલ કારખાનાઓમાં થતી ઇમરજન્સીને પહોંચી વળવા માટે કારખાનાઓનું અને વહીવટી તંત્ર સાથે મળીને તેમજ ઉપલબ્ધ સુવિધાઓનો ઉપયોગ કરીને ઇમરજન્સી સ્થિતિને કેવી રીતે પહોંચી વળવું તેના અભ્યાસના ભાગ રૂપે કરવામાં આવી હતી. આ મોકડ્રીલનું વિવિધ કારખાનાના સેફટી ઓફિસરે ઓબ્ઝર્વેશન કરી મોકડ્રીલના અંતે યોજાયેલી રિવ્યુ બેઠકમાં દિનેશ પટેલ, ચીફ કોઓર્ડિનટર અને ઇન્ચાર્જ ડીપીએમસીએ તેમના ઓબ્ઝર્વેશન અને સૂચનો રજૂ કર્યા હતા અને એકંદરે આ મોકડ્રીલ સફળ રહી રહી હતી. ભરૂચ જિલ્લા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના મદદનીશ નિયામક યોગેશ પટેલ અને તેમની ટીમ દ્વારા મોકડ્રીલનું સફળ આયોજન, સંકલન અને સંચાલન કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application