મનિષા સુર્યવંશી/ડોલવણ: ડોલવણના એક ગ્રામ્ય વિસ્તારમાંથી લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરી લઇ જનાર પાટી ગામના યુવક વિરુદ્ધ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર ડોલવણ તાલુકાના એક ગ્રામ વિસ્તારમાં રહેતી સગીરાને ગત તા.૦૨/૦૩/૨૦૨૨ નારોજ ડોલવણ ગામે ચાર રસ્તા ઉપર કાનજીભાઇની દુકાન પાસે રોડની બાજુમાંથી ચિંતનકુમાર રાજેશભાઇ પટેલ રહે.પાટી ગામ જવાહાર ફળીયા તા.ડોલવણ નાઓએ સગીરાને પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી કાયદેસરના વાલીપણા માંથી જાતિય ક્રુત્ય કરવાના ઇરાદાથી અપહરણ કરી લઇ જતા સગીરાના પરિવારજનોએ પાટી ગામના યુવક વિરુદ્ધ ફરિયાદ આપતા ડોલવણ પોલીસે તા.૨૬/૦૪/૨૦૨૨ નારોજ ઇ.પી.કો.કલમ-૩૬૩,૩૬૬ તથા ધી પ્રોટેક્શન ઓફધી ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સીસ એક્ટ ૨૦૧૨ ની કલમ-૧૮ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
00000000000
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application