ભારતીય મૂળનાં એક સંશોધનકર્તા સહિત અમેરિકાનાં વૈજ્ઞાનિકોએ કેલિફોર્નિયામાં વેંચુરા કાઉન્ટીના રહેવાસીઓમાં મહામારીના પહેલા બે વર્ષ દરમિયાન કાર્ડિયક અરેસ્ટની ઘટનાઓમાં 38 ટકાનો વધારો નોંધ્યો છે. સંશોધનકર્તાએ કહ્યુ કે, સૌથી વધુ પ્રભાવિત હિસ્પેનિકના નિવાસી છે. તેમને હૃદયની કાર્યક્ષમતામાં 77 ટકાના ઘટાડાનો સામનો કરવો પડ્યો. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યુ છે કે, મહામારી દરમિયાન કાર્ડિયક અરેસ્ટથી બચવાનો દર 15.3 ટકાથી ઘટીને 10 ટકા થઈ ગયો છે.
અભ્યાસનાં પરિણામોએ કોવિડ-19 મહામારીના પડકારોનો ખુલાસો કર્યો છે. રિસર્ચરે કહ્યુ કે અચાનક કાર્ડિયક અરેસ્ટના અમુક વધતા કેસ કોવિડ-19 સંક્રમણનું પ્રત્યક્ષ પરિણામ હોઈ શકે છે. મહામારીના અપ્રત્યક્ષ પ્રભાવોએ કાર્ડિયક અરેસ્ટની ઘટનાઓમાં વધારો અને જીવિત રહેવામાં ઘટાડામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. તમામ રહેવાસીઓ ખાસ કરીને હિસ્પેનિક નિવાસીઓ વચ્ચે સીપીઆરમાં ઘટાડો આવ્યો. આ અધ્યયન આકસ્મિક સાર સંભાળની જરૂરિયાત પર મહત્વ આપે છે.
છેલ્લા 2 વર્ષોમાં સમગ્ર દુનિયામાં બાયોલેબ્સની સંખ્યામાં ખૂબ ઉછાળો જોવા મળ્યો છે. કોરોના મહામારીથી મચેલા હોબાળા બાદ બાયોલેબ્સની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. આ બાયોલેબ્સમાં જોખમી વાયરસ છે. એક્સપર્ટ્સે ચેતવણી આપી છે કે આનાથી જોખમી હથિયારોની રેસમાં હોડ મચી શકે છે. બાયોલેબ્સના કારણે સંભવિત જોખમોને પણ ઉજાગર કર્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500