ભરૂચ જી.આઇ.ડી.સી.માં આવેલ જેબસન્સ ફૂડ કંપનીમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેને પગલે નાસભાગ મચી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભરૂચ શહેરનાં જી.આઇ.ડી.સી.માં આવેલ જેબ્સન ફૂડ કંપનીના એક પ્લાન્ટમાં પ્રોસેસિંગ પ્રક્રિયા દરમિયાન અચાનક આગ લાગી જતા કંપનીનો પ્લાન્ટ ભડકે બળ્યો હતો. જેને પગલે કંપનીમાં કામ કરતા કામદારોમાં નાશભાગ મચી હતી. કંપનીમાં અચાનક આગ લાગતા કંપની સંચાલકો દ્વારા ભરૂચ નગરપાલિકા ફાયર સ્ટેશને જાણ કરતા ફાયર ઓફિસર ચિરાગ ગઢવી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જયારે રાત્રીના સમયે લાગેલી આગની જ્વાળા એટલી ભયંકર હતી કે, દૂરથી પણ નજરે પડી હતી. ફાયરની ટીમે 3 ફાયર ટેન્ડરો અને 2 કલાકની મહેનત બાદ આગને કાબુમાં લીધી હતી. આ આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ કંપનીનો એક આખો પ્લાન્ટ આગમાં ભસ્મીભૂત થઈ ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application