મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પાંચમા માળે વોર્ડની અંદર દર્દીના પલંગ પર અન્ય દર્દીના સંબંધી બેસવાના મુદ્દે દર્દી અને માર્શલ વચ્ચે બોલાચાલી થયા બાદ છુટા હાથની મારામારી થઇ હતી. જોકે માર્શલે દર્દી ઉપર હાથ ઉપાડવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા હતા. જયારે દર્દીએ પણ માર્શલના એક હાથના અંગુઠામાં બચકું ભરતા લોહી નીકળ્યુ હતું. આ ઘટનાને પગલે વોર્ડમાં ભારે હોબાળો મચી ગયો હતો. સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ, પુણાગામ ખાતે રહેતો ૪૨ વર્ષીય નરેશ રાઠોડને થોડા દિવસ પહેલા તકલીફ થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં પાંચમા માળે વોર્ડમાં દાખલ કર્યો છે. જોકે આજે ગુરુવારે સવારે દર્દી નરેશ અને માર્શલ વિકાસ વચ્ચે વોર્ડમાં જ છુંટા હાથની મારામારી થતા હોબાળા થયો હતો.
જોકે નરેશે કહ્યુ કે, માર્શલ મને ઝાપટો મારવાની બાદમાં લાત પણ મારી હોવાના આક્ષેપ કર્યા હતા.હતી. આવા સંજોગોના લીધે મારા હાથમાં લાગેલી વેનફ્લો પણ નીકળી જવાથી હાથમાંથી લોહી નીકળ્યુ હતું,જ્યારે માર્શલ વિકાસ એ કહ્યું કે, આ દર્દી સાથે બેડ ઉપર અન્ય એક દર્દીના સંબંધી બેઠા હતા. જેથી વોર્ડમાં એક દર્દી સાથે માત્ર એક સંબંધી ત્યાં હાજર રહી શકે છે. જેથી મેં તેમને બેડ પરથી ઉઠી જવાનું કહ્યું હતું.પરંતુ નરેશ નામનો દર્દીએ અન્ય દર્દીના સંબંધીને ત્યાં જ બેસવા દેવા માટે મારી ઉપર દબાણ કર્યુ હતું. જોકે મેં તે સંબંધીને ત્યાં બેસવા માટે ના પાડતા મારી ઉપર ઉશ્કેરાય ગયો હતો.અને હુમલો કર્યો હતો. મને મોઢા ઉપર નખ મારી અને ડાભા હાથના અંગુઠા પર બચકું ભરતા લોહી નીકળ્યુ હતું. જયારે વોર્ડમાં હોબાળો થતા વોર્ડ સ્ટાફ અને અન્ય માર્શલ પણ વોર્ડમાં આવી ગયા હતા. જોકે બનાવના લીધે વોર્ડમાં અન્ય દર્દી અને તેમના સંબંધીઓ ગભરાઇ ગયા હોવાનું સુત્રો જણાવ્યું હતું. જયારે વોર્ડમાં માંથાકુટ ચાલતી હતી તે વખતે સ્મીમેરમાં અધિકારીઓ રાઉન્ડ લઇ રહ્યા હોવાનું ચર્ચાઇ રહ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application