Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના શેરૂલમાં સરવેના વિરોધમાં લોકોનું ટોળું ધસી આવ્યું : પોલીસે મામલો થાળે પાડ્યો

  • February 20, 2025 

સોનગઢના શેરૂલામાં ઉકાઈ જળાશય નજીક પમ્પડ સ્ટોરેજ પ્રોજેક્ટની એન્વાયરમેન્ટ સ્ટડી માટે આવેલી ટીમને આ વિસ્તારના લોકોના ટોળાએ ઘેરી લઈ સ્થળ વિઝીટ કરતા અટકાવતા મામલો તંગ બન્યો હતો. મળતી માહિતી પ્રમાણે, ઉકાઈ જળાશય નજીકમાં જીએસઈસીએલ દ્વારા અંદાજે 2400 મેગાવટનો પમ્પડ સ્ટોરેજ પ્રોજેક્ટ (સ્ટેન્ડઅલોન પમ્પડ સ્ટોરેજ પ્રોજેકટ) બનાવવાનું આયોજન કરાયું છે. સંભવત વિજળી ઉત્પન્ન કરવાના હેતુથી નિર્માણ થનાર આ પ્રોજેક્ટ માટે બે મોટા જળાશયો બનાવવાનું આયોજન કરાયું છે અને તેમાં મોટી જમીની વિસ્તારની પણ જરૂરિયાત રહેનાર છે.


આ સૂચિત પ્રોજેક્ટમાં સોનગઢના આમલપાડા, જૂની કુઈલીવેલ, જુનીબાવલી, સાતકાશી અને શેરૂલા ગામનો સમાવેશ થવાની શક્યતા છે. આ પમ્પડ સ્ટોરેજ પ્રોજેક્ટના એન્વાયરમેન્ટ સ્ટડીનું કામ આરવી એસોસિએટને સોંપવામાં આવ્યું છે. ગત તા.18મી ફેબ્રુઆરી ના સાંજે 4 કલાકે આરવી એસોસિયેટ્સની એક્સપર્ટ ટીમ કારમાં શેરૂલા ગામમાં ઉકાઈ જળાશયના પાછળના ગેટ નજીક પહોંચી હતી. તેમની પાસે કેલિબ્રેશનના સાધનો પણ હતા. તેથી સર્વેની કામગીરી ચાલી રહી હોવાની વાત વાયુવેગે આસપાસના ગામો અને વિસ્તારોમાં પહોંચી જતા થોડીવારમાં અંદાજિત 300 લોકોનું ટોળુ સ્થળ ઉપર ધસી આવ્યું હતું અને સર્વે તેમજ એન્વાયરમેન્ટ સ્ટડીનું કામ અટકાવી દીધું હતું.


આ સમયે એન્વાયરમેન્ટ સ્ટડીના કામે આવેલી ટીમના સભ્યો અને લોકોના ટોળા વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઉદ્ભવતા કોઈકે પોલીસને જાણ કરતા ઉકાઈ પોલીસ ઘટના સ્થળે સાથે પહોંચી હતી. આ દરમિયાન જીએસઈસીએલના અધિકારીઓ પણ બનાવના સ્થળે પહોંચ્યા પછી ચર્ચા અને સમજાવટથી મામલો શાંત પડયો હતો. લોકોએ આ સ્થળે પમ્પડ સ્ટોરેજ પ્રોજેક્ટ તેમજ જળાશયમાં 1500 મેગા વોટના ફ્લોટીંગ સોલર પ્રોજેક્ટનો પણ વિરોધ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application