કુકરમુંડાનાં પીશાવર ગામમાં ઘરકામ કરીને પોતાનો જીવન ગુજરાન ચલાવનાર વિધવા મહિલા સાથે ગામમાં જ રહેતા એક ઈસમે છેડતી કરી મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી તેમજ છેડતી કરનાર ઇસમના ભાઈ પણ ધારિયું લઈને આવેલ અને વિધવા મહિલાના સસરાને ધારિયું વડે મારવા જતા ત્યાં આજુબાજુમાં ઊભા લોકોએ ધારિયું પકડી લેતા બંને ભાઈઓ ઘટના સ્થળ પરથી ભાગી છુટ્યા હતા. બનાવ અંગે નિઝર પોલીસ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, કુકરમુંડાનાં પીશાવર ગામમાં રહેતી 35 વર્ષીય વિધવા મહિલા ગાયત્રીબેન સંતોષભાઈ પાનપાટીલના પતિનું અવસાન થતાં તેઓ ઘરકામ કરીને પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવતી હતી.
જોકે ગાયત્રીબેન સાંજના ઘરની પાછળના દરવાજાના પગથિયા પાસે ઊભા હતા તે દરમિયાન ગામનો જ ભગવાનભાઈ સામાભાઈ ભીલ આવીને ગાયત્રીબેનને હાથ પકડી કહેતો હતો કે, ‘તું મારી સાથે આવવાની છે કે કેમ??’ અને ‘તું મારી સાથે નહીં આવે તો તને જાનથી મારી નાંખીશ’ તેવી ધમકી આપી ગાળો બોલી હાથ ખેંચતો હતો જેથી ગાયત્રીબેનએ બુમાબુમ કરતા આજુબાજુથી લોકો આવી મહિલાને છોડાવી હતી, જયારે છેડતી કરનાર ઇસમનો ભાઈ ભરતભાઈ ભીલ પણ ધારિયું લઈને આવ્યો હતો અને ભાઈને કહેવા લાગેલ કે તમે ગાયત્રીબેનને ઘરે લઈ આવવાની હતી તેમ કહીને ધરિયા વડે મહિલાના સસરાને મારવા જતા લોકોએ ધારિયું પકડી લેતા બંને ભાઈઓ ઘટના સ્થળ ઉપરથી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે ગાયત્રીબેનને બંને ભાઈઓ વિરુદ્ધ નિઝર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application