ગાંધીનગરમાં રહેતી પરિણીતાને ૨૫ તોલા સોનું અને દસ લાખ રૂપિયા રોકડા લાવવાની સાથે પતિએ કરેલા ૪૦ લાખના દેવાને ભરપાઈ કરવા માટે પણ સાસરીયાઓ દ્વારા દબાણ કરીને ત્રાસ આપવામાં આવતો હતો. આખરે કંટાળીને આ મહિલાએ પતિ સહિત ત્રણ સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, વર્ષ ૨૦૨૨ના ડિસેમ્બર મહિનામાં તેણીના કોર્ટ મેરેજ થયા હતા અને ત્યારબાદ સામાજિક રીતે મહેસાણા ખાતે રિસેપ્શન યોજવામાં આવ્યું હતું.
ત્યારે લગ્નના પાંચ દિવસ બાદ જ સાસરિયાઓ દ્વારા ૨૫ તોલા સોનું, ૨૫ જોડી કપડાં અને દસ લાખ રૃપિયા તેમજ એક કારની માગણી કરીને ત્રાસ ગુજારવાનું શરૃ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પતિ તેને ગાંધીનગર નજીક આવેલા ગામમાં રહેવા માટે લઈ આવ્યો હતો અને તેણી સાથે યોગ્ય વર્તન નહીં કરી ત્રાસ આપતો હતો. તેને ઘર ખર્ચ માટે પણ રૃપિયા આપતો નહોતો. દરમિયાનમાં પતિ શેરબજારમાં ૪૦ લાખ રૃપિયાના દેવામાં ગરકાવ થઈ જતા તે રકમ પણ પત્ની પાસે માગીને ત્રાસ આપવામાં આવતો હતો. પત્ની પાસેથી ૩.૫૦ લાખ રૃપિયા રોકડા અને ૧૫ તોલા સોનાના દાગીના પણ પડાવી લેવામાં આવ્યા હતા. ગત જૂન મહિનામાં તેણીને પતિએ તરછોડી દીધી હતી અને રૃપિયા હોય તો જ તેની પાસે આવવા કહ્યું હતું. આખરે કંટાળીને આ મહિલાએ મહિલા પોલીસ મથકમાં સાસુ,સસરા સહિત પતિ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application