Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવાની કૉલેજ ખાતે યોજાયો તમાકુ નિયંત્રણ કાર્યક્રમ વિષયક વર્કશોપ:યુવા વિઘાર્થીઓએ વ્યસનથી દૂર રહેવાના લીધા શપથ

  • January 10, 2019 

વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,ડાંગ-આહવાઃરાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમના ભાગરૂપે તાજેતરમાં ડાંગ જિલ્લાના મુખ્ય વહિવટી મથક આહવા ખાતે આવેલી સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ,તથા સરકારી વિજ્ઞાન કૉલેજમાં જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા એક વર્કશોપનું આયોજન કરાયુ હતું. તમાકુ તથા તેની વિવિધ બનાવટોના સેવનથી થતા કેન્સર સહિતના દર્દોની ગંભીરતા વર્ણવતા ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મેધા મહેતાએ અધ્યક્ષ સ્થાનેથી તેમના પ્રાસંગિક ઉદ્‍બોધનમાં,વિશેષ કરીને નવી યુવા પેઢી તમાકુના સેવનથી દૂર રહે તે સ્વસ્થ સમાજ નિર્માણ માટે ખૂબ જ આવશ્યક છે તેમ જણાવ્યું હતું. ડૉ.મહેતાએ અમૂલ્ય માનવજીવન તમાકુના વ્યસનને કારણે રોગગ્રસ્ત થતા,તેનો અકાળે જ અંત આવે છે તેમ જણાવી, કેન્સર જેવા ભયાનક રોગથી શરીરને બચાવવાનું પણ આહ્વાન કર્યું હતું.ડાંગના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડૉ.ડી.સી.ગામીતે દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી યુવા વિઘાર્થીઓને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંગેની જાણકારી આપી, કેન્સર જેવા જીવલેણ રોગની ભયાવહતાનો ખ્યાલ આપ્યો હતો.જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ.પાઉલ વસાવાએ તમાકુના સેવનથી કેન્સર સહિત ક્ષય જેવા રોગ પણ શરીરને લાગુ પડે છે,ત્યારે યુવા પેઢીને બરબાદીની ગર્તામાં ધકેલતા આવા વ્યસનોથી દૂર રહેવા,અને તેમના ધર/પરિવાર માંથી પણ જો કોઇ વ્યસની હોય તો તેમને મોતના મુખમાં જતા બચાવવાની અપીલ કરી હતી.સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સકશ્રી ડૉ.અંકિત રાઠોડે તમાકુ તથા તેની વિવિધ બનાવટોના આદી,વ્યસનીઓને આવા જીવલેણ વ્યસનોથી દૂર કઇ રીતે કરી શકાય તેની વિસ્તૃત સમજ સાથે, ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડયુ હતું.આરોગ્ય વિભાગના જિલ્લા માહિતી-શિક્ષણ અધિકારી શ્રી રમેશભાઇ પવારે વ્યસનમુક્તિનો આ સંદેશ પરંપરાગત માધ્યમ હેઠળના પપેટ શો,તમાશા (ભવાઇ) જેવા કાર્યક્રમોના માધ્યમથી પણ ગ્રામીણજનો સુધી પહોંચાડવામાં આવી રહ્યાં છે તેમ જણાવ્યું હતું.રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમના સોશ્યલ વર્કર કુ.રસીલા ચૌધરીએ વર્કશોપની કાર્યવ્યવસ્થા સંભાળતા ભાગ લેનાર વિઘાર્થીઓને અલ્પાહાર સહિતની આનુષાંગિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી.કૉલેજના યુવા વિઘાર્થી/વિઘાર્થીનીઓએ આ વેળા આરોગ્ય વિભાગના વ્યસનમુક્ત સમાજ નિર્માણના આ કાર્યનો સંદેશ,તેમના દ્વારા ગામેગામ,અને ધરધર સુધી પહોંચાડાશે તેમ જણાવાયું હતું.કૉલેજના એન.એસ.એસ. કેમ્પ સહિતના કાર્યક્રમો દરમિયાન પણ વ્યસનમુક્તિના કાર્યને આગળ ધપાવાશે તેમ પણ વિઘાર્થીઓએ એકસૂરે વચન આપ્યુ હતું.કૉલેજના ૨૮૦ વિઘાર્થીઓ,કૉલેજ પરિવાર તથા આરોગ્યકર્મીઓની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમ દરમિયાન વિઘાર્થીઓએ હંમેશા વ્યસનથી દૂર રહેવા અંગેના શપથ પણ ગ્રહણ કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application