Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતના જિલ્લાઓના 1,353 બૂથ પર થયેલા મતદાનની ગણતરી 96 રાઉન્ડમાં કરાઇ, 550થી વધુ પોલીસ તૈનાત કરાયા

  • December 08, 2022 

સેક્ટર-15ની કોલેજ ખાતે જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકોની મતગણતરી થશે. દરેક બેઠક પર 1 પોસ્ટલ બેલેટ માટે અને 14 ટેબલ ઈવીએમ મુકીને ગણતરી કરવામાં આવી. એટલે કે, એકસાથે 14 ઇવીએમ ખુલશે અને 14 ઇવીએમનો એક રાઉન્ડ એમ જિલ્લાના 1353 બુથ પર પડેલા 887588 મતો પૈકી કયા ઉમેદવારને કેટલા મત મળ્યા છે તેની ગણતરી કુલ 9 રાઉન્ડમાં કરવામાં આવી હતી.




ટેબલ દીઠ માઈક્રો ઓબ્ઝર્વર, કાઉન્ટિંગ સુપરવાઈઝર અને કાઉન્ટિંગ આસિસ્ટન્ટ, ઓપરેટર સહિતના સ્ટાફ હતો. એક બેઠકના મતગણતરી કેન્દ્ર પર અંદાજે 65 જેટલો સ્ટાફ હશે. એટલે કે પાંચ કેન્દ્રો પર કુલ 325 જેટલો સ્ટાફ તો ગણતરીની કામગીરીમાં રોકાયેલો રહ્યો. દરેક બેઠકના આરઓ, એઆરઓ સહિતનો સ્ટાફ અલગ રહ્યો. જેને પગલે એંકદરે અંદાજે 500 જેટલા કર્મચારી- અધિકારીઓ આજે મતગણતરી કેન્દ્ર ખાતે કામગીરી કરી. જે-તે બેઠકના હરીફ ઉમેદવારના એજન્ટો પણ હાજર રહ્યા. દહેગામના 255 મતદાન મથકોને થયેલા મતદાનની ગણતરી માટે 14 ટેબલ પર 18 જેટલા રાઉન્ડ થઇ. ગાંધીનગર દક્ષિણના 351 બુથ પર થયેલા મતદાનની ગણતરી માટે 25 રાઉન્ડ, ગાંધીનગર ઉત્તર બેઠક પર 242 મથકો માટે 17 રાઉન્ડ, માણસા બેઠકના 265 બુથ માટે 18 રાઉન્ડ, જ્યારે કલોલ બેઠકના 237 બુથ માટે 17 જેટલા રાઉન્ડમાં ગણતરી થઇ.




કાઉન્ટિંગ સ્થળે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે જિલ્લા પોલીસવડાના સુપરવિઝનમાં ચાર ડીવાયએસપી, 17 પોલીસ ઈન્સ્પેક્ટર, 40 પીએસઆઈ, ટ્રાફિક પોલીસ સહિતનો 550થી વધુ જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવાયો. મતગણતરી કેન્દ્ર ખાતે 200 મીટરની ત્રિજ્યામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના એકઠા થવા સામે પણ પ્રતિબંધ મુકી દેવાયો હતો.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application