મુંબઇનાં પાલઘર જિલ્લાનાં સાતપાટીમાં સવારે બનેલી એક દુર્ઘટનામાં સ્કૂલના બાળકોને પૂરપાટ વેગે લઇ જતી એખ સ્કૂલ વાનએ સામેથી આવી રહેલ સ્કૂટરને ટક્કર મારતા સ્કૂટર ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે 9 વિદ્યાર્થીઓ અને શિક્ષક ઘવાયા હતા. આ સંદર્ભે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના પાલઘર જિલ્લાનાં મુખ્યાલયથી 10 કિ.મી. દૂર સાતપાટી પાસે બની હતી.
જોકે સવારકે 9 વાગ્યે એક ખાનગી સ્કૂલ વેનમાં બેસી બાળકો અને એક શિક્ષક સ્કૂલમાં જઇ રહ્યું હતા ત્યારે પૂરઝડપે વાનએ વેગે વેન ચલાવી રહેલ ડ્રાઇવરે સામેથી આવી રહેલ સ્કૂટરને અડફેટમાં લીધું હતું. આ ઘટનામાં સ્કૂટર ચાલક ચેતન મેહેર (ઉ.વ.45) સ્કૂટર પરથી રસ્તા પર પડયા હતા અને તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
આ ઘટનામાં નવ વિદ્યાર્થી અને શિક્ષક ઘવાયા હતા તેમને પાસેની એક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પોલીસે આ પ્રકરણે સ્કૂલવેનનાં ડ્રાઇવર સામે આઇપીસી અને મોટર વેહિકલની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500