તાપીમિત્ર ન્યુઝ,સુરત:સુરત પાલિકાએ ઇન્ફર્મેશન અને ટેલિકોમ્યુનિકેશનની ટેકનોલોજીના માધ્યમથી ઇન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ ડેવલપ કરી છે.તેનો ઉપયોગ કરીને બીઆરટીએસ અને સિટીબસ સર્વિસમાં લોકોને તેનો લાભ આપી રહી છે.આ બાબતની નોંધ લઈને દિલ્હીમાં ઇન્ડીયા મોબાઈલ કોંગ્રેસ નામથી યોજાયેલી નેશનલ કોન્ક્લેવમાં એવોર્ડ એનાયત કરાયો છે.સુરત પાલિકાની કામગીરીની આવકારદાયક નોંધ લેવાઈ છે.સુરત પાલિકાએ ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ મોબિલીટી એડમિનિસ્ટ્રેશન સેન્ટર,ઇન્ટેલિજન્ટ ટ્રાન્ઝીટ મેનેજમેન્ટ સિસ્ટમ તેમજ ઓટોમાઈઝેશન ઓફ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમની કામગીરી માટે એવોર્ડ ફોર એક્સેલન્સ એનાયત કરાયો હતો.કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હાના હસ્તે આ એવોર્ડ અપાયો હતો. પાલિકા તરફથી આ એવોર્ડ ટાઉન પ્લાનર દેબાશિષ બસાકે સ્વીકાર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application