વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,ડાંગ:રાજય સરકાર દ્રારા સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવા કરેલ આયોજન ના ભાગરૂપે ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ભવાનદગડ ગામે રાષ્ટ્રીય પોષણ માસનો આરંભ કરવામાં આવ્યો હતો જેમાં આંગણવાડી, આશાવર્કર અને મહિલાઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો સ્વાસ્થ્ય અને વિકાસનો આધાર પોષણ થકી તંદુરસ્ત જીવન અને પરિવાર સાથે દેશનો સર્વાંગી વિકાસ અંગે ડાંગ જિલ્લાના કલેક્ટર બી. કે. કુમાર, જિલ્લા વિકાસ અધિકારી વઢવાણીયા, ડો. મેઘા મહેતા સહિત આઈસી ડીએસ ના અધ્યક્ષ અને તબીબો એ જરૂરી માહિતી આપી હતી સારા સ્વાસ્થ્ય માટે પોષણ આહારના મહત્વ અંગે જાગરૂકતા કેળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો સગર્ભા મહિલાઓને જરૂરિયાત પ્રમાણે યોગ્ય આહાર અંગે વિસ્તૃત માહિતી પ્રદાન કરાઈ હતી સમગ્ર સપ્ટેમ્બર માસ દરમિયાન તાલુકાની વિવિધ આંગણવાડી માં અનેક કાર્યક્રમો વચ્ચે કુપોષણને તિલાંજલિ અપાશે એમ જણાવાયું હતું આ પ્રારંભે ગામના સરપંચ, તાલુકા સદસ્ય, બાળ વિકાસ યોજના અધિકારી આઈસીડીએસ, આરોગ્ય તેમજ શિક્ષણ અને ડીઆરડીએ વિભાગના શાખાધિકારી તેમજ તમામ મહિલા કર્મચારી જેમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, મુખ્ય સેવિકા, આશા વર્કર મહિલાઓ,રાષ્ટ્રીય બાળ સ્વસ્થ્ય ની ટીમ પણ ઉપસ્થિત રહી તેમના દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને બાળકોને વિવિધ પ્રકારે તબીબી સેવાઓ અપાઇ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500