વનરાજ પવાર તાપીમિત્ર ન્યુઝ, ડાંગ:વરસાદી માહોલને લઇ ભેખડ ધસવાના બનાવો બનતા હોય છે. ત્યારે ડાંગ જિલ્લાના ભાલખેત થી મહાલ જવાના માર્ગ ઉપર ભેખડ ધસી આવી હતી. જેમાં માટી અને પથ્થર રોડ ઉપર આવી પડતાં વાહનો ફસાયા હતા અને વાહનચાલકો ને ત્યાંથી પસાર થવું ભારે પડ્યુ હતું .જો કે,આ ભેખડ રાત્રે ધસતાં આ માર્ગ ઉપર રાત્રે વાહનચાલકોની અવર-જવર ઓછી હોવાથી કોઇ અકસ્માત સર્જાયો ન હતો.શનિ રવી ની રજામાં પ્રવાસીઓ મહાલ કેમ્પ સાઈડ ફરવા જતાં હોય છે અને રજાઓ માં પ્રવાશીઓ ડાંગની સહેલગાહે ઉમટી પડતાં હોય છે ત્યારે ટ્રાફિક પણ વધારે હોવા છતાં મહાલ જતાં માર્ગ માં માટી, પથ્થર રોડ ઉપરથી ન હટાવાતાં વાહનચાલકોમાં ભારે રોષ ફેલાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application