Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા ખાતે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક નો પ્રારંભ:ડીજીટલ બેંકીંગ સેવાઓ છેવાડાના માનવીઓ સુધી પહોંચશે.

  • September 02, 2018 

વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવાઃભારત સરકારના સંચાર સંચાર મંત્રાલય દ્વારા દેશના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ના હસ્તે સમગ્ર દેશમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકનો પ્રારંભ કરાયો હતો.ડાંગ જિલ્લામાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી નરેશભાઈ ડી.ગવળીના અધ્યક્ષ સ્થાને આહવા મામલતદારશ્રી પી.બી.ગવળી,સુપિ્રન્ટેન્ડન્ટ્સ ઓફ પોસ્ટ બારડોલી ડિવીઝન શ્રી એચ.જે.પરમાર મહાનુભાવોની ઉપસ્થિતિમાં ડાંગ દરબાર હોલ ખાતે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તાલુકા પંચાયત પ્રમુખશ્રી નરેશભાઈ ગવળીએ ડાંગ જિલ્લામાં બેંકના પ્રારંભ અંગે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,છેવાડાના માનવીઓ સુધી બેંકની સેવાઓ પહોંચશે.વધુમાં પોસ્ટમેન દ્વારા ધરે જઇને પણ બેંકની સેવાઓ પહોંચાડી શકે છે.સુપિ્રન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ બારડોલી,અને નોડલ ઓફિસર શ્રી એચ.જે.પરમારે બેંકની સુવિધાઓ અંગે જણાવ્યું હતું કે,મોબાઈલ બેંકીંગ,બીલની ચૂકવણી,નાણા ટ્રાન્સફર જેવી તમામ કામગીરી લોકોને ખૂબ જ ઉપયોગી બની રહેશે.ઝીરો બેલેન્સથી કોઈપણ  ગ્રાહક ખાતુ ખોલાવી શકે છે.કોઈ ફોર્મ ભરવાનું રહેતુ નથી.સંપૂર્ણ પેપરલેસ કામગીરી છે.પોસ્ટમેન દ્વારા નાણાં જમા કરાવવા,ઉપાડવાની કામગીરી લોકો ધરબેઠા કરી શકશે.બેંકની તમામ કામગીરી અંગે પોસ્ટમેન દ્વારા સમજ આપવામાં આવશે.આહવા પોસ્ટ ઓફિસ ખાતે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકને મહાનુભાવો દ્વારા ખુલ્લી મુકવામાં આવી હતી.નવા ખાતાધારકોને ક્યુઆર કાર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે આહવા પોસ્ટ ઓફિસના તમામ સ્ટાફ,સરપંચ શ્રીમતિ રેખાબેન,સામાજીક કાર્યકર રમેશભાઈ ગાંગોર્ડા,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી જે.ડી.પટેલ,પોસ્ટ સાથે સંકળાયેલ એજન્ટ ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન  ગવળી વિનોદભાઈએ કર્યું હતું.આભારવિધિ આસી.સુપિ્ર.શ્રી એસ.જે.મિસ્ત્રીએ કર્યું હતું.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application