જુનાગઢ શહેરમાં આવેલા ભવનાથ સહિતના વિસ્તારોમાં ઠંડીને કારણે થીજી ઉઠ્યું છે. છેલ્લા બે દિવસથી ભારે ઠંડી પડી રહી છે. તેવામાં જુનાગઢ શહેરમાં 11 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાઈ રહ્યું હતું. તો બીજી તરફ ગિરનાર પર્વત પર 6 ડિગ્રી તાપમાન સાથે સમગ્ર પંથકમાં ઠંડોગાર બન્યો હતો.આ કડકડતી ઠંડીને કારણે લોકો ઘરોમાં જ રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
ઠંડીથી થીજી ઉઠ્યું જુનાગઢ
અંહી છેલ્લા બે દિવસથી હાડ થિજવતી ઠંડી પડી રહી છે.તેવામાં લોકો રીતસરના ધ્રુજી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. તેવામાં આવનાર દિવસોમાં ઠંડી વધારો થવાની શક્યતા છે. જેથી આ જોઈને લોકો પણ ઠંડીના કારણે વધી ભયનો અનુભવ કરી રહ્યા છે.
ગિરનારનો અદભૂત નજારો
ગિરનાર પર ઠંડીના કારણે આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. વહેલી સવારના ખુબજ અદભૂત દ્રશ્યો સામે આવ્યા હતા. કુદરતનો અદભૂત નજારો જોવા મળ્યો હતો. લોકો પણ આ નજારો જોવા માટે પંહોચી રહ્યા છે. રોપ વે ગેલેરી પરથી પણ ખુબજ આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. તેવામાં શિયાળામાં ગિરનાર ખુબજ જોવા લાયક અદભૂત રીતે સયાજી ચૂક્યો છે.
ખેડૂતોમાં રાહતનો શ્વાસ
છેલ્લા ઘણા દિવસોથી મીશ્ર વાતાવરણને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.શિયાળામાં અત્યાર સુધીમાં ખેડૂતોના પાકને બચાવવા માટે જોઈએ તેવી ઠંડી પડી ન હતી તેવામાં હાલ ઠંડીની શરૂઆત થતાંની સાથે જ લોકોમાં ખુશી જોવા મળી રહી છે.ખેડૂતો હાલ રાહતનો શ્વાસ લઈ રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500