તાપીમિત્ર ન્યુઝ,આહવા:મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનની ભડકેલી આગથી મહારાષ્ટ્ર રાજ્યમાં ઉગ્ર દેખાવો સાથે આગ જની અને તોડફોડની ઘટનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગુજરાતનાં ભાવનગર,જામનગર,પાલીતાણા,રાજકોટ,પાટણ,ચાણસ્મા, અમદાવાદ,વડોદરા,સુરતથી નાસિક,શિરડીને જોડતી આંતરરાજ્ય એસ.ટી.સેવાઓ સાપુતારામાં જ રોકી દેવાઇ છે.
મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનની હિંસક દેખાવોનાં બનાવોને જોતા ગુજરાત એસટી નિગમે મુસાફરો તથા એસ.ટીની સલામતીના ભાગરૂપે બસનાં પૈડા થંભાવી દીધા હોવાનું જાણવા મળ્યું હતુ.જેના કારણે ગુજરાત માંથી સાપુતારા થઇ મહારાષ્ટ્ર તરફ જતી બસમાં દરરોજ હજારો મુસાફરો મુસાફરી કરતાં હોય તમામ મુસાફરોને સાપુતારા જ ઉતારી દેવાયા હતા.મરાઠા આંદોલનની અસર હેઠળ બસનાં મુસાફરોને આગળની મુસાફરી કરવા ખાનગી જીપોનો સહારો લેવો પડ્યો હતો,
high light-આહવા એસટી ડેપોના મેનેજર સાથે ટેલીફોનીક થયેલી વાત ચિતમાં જણાવ્યું હતું કે,સાપુતારા થઇ મહારાષ્ટ્ર રૂટ પર દરરોજ ૨૦ થો ૨૧ બસો દોડતી હોય છે તમામ બસોના રૂટ હાલ પૂરતા બંદ કરી દેવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500