Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ:ગૉલ્ડન ગર્લ કુ.સરીતા ગાયકવાડની વધુ એક સિદ્ધિ:ચેક રીપબ્લિક ખાતે આયોજિત ગ્રાન્ડ પ્રિક્સ કોમ્પિટિશનમાં ભારતને અપાવ્યો ૪૦૦ મીટર વિધ્નદોડમાં સ્વર્ણ પદક

  • July 24, 2018 

તાપીમિત્ર ન્યુઝ,આહવાઃડાંગની દિકરી એવી ગૉલ્ડન ગર્લ કુ.સરીતા ગાયકવાડે ચેક રીપબ્લિક ખાતે આયોજિત ગ્રાન્ડ પ્રિક્સ એથ્લેટિક્સ કોમ્પિટિશનમાં ૪૦૦ મીટર વિધ્નદોડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા,તેની કારકિર્દીનો બેસ્ટ ટાઇમ ૫૭.૭૧ સેકન્ડ હાંસલ કરી,ભારતને સ્વર્ણ પદક અપાવવામાં સફળતા મેળવી છે. એક ટેલિફોનિક મુલાકાતમાં જણાવ્યા અનુસાર કુ.સરીતા ગાયકવાડ હાલમાં યુરોપ (પોલેન્ડ) ખાતે એશિયન ગેમ્સની સધન તાલીમ લઇ રહી છે.જ્યાંથી ચેક રીપબ્લિક ખાતે આયોજિત ટુર્નામેન્ટમાં ભાગ લઇ,તેણીએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી ભારતને ગૌરવ અપાવ્યું છે.ગૉલ્ડન ગર્લ કુ.સરીતા ગાયકવાડ આગામી માસમાં ઇન્ડોનેશિયા ખાતે આયોજિત એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application