Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ:વાહનો આડેધડ પાર્ક કરી જોખમી સેલ્ફી લેશો દંડાશો

  • July 11, 2018 

તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે.અહીં ઠેર ઠેર નદીનાળા,ઝરણા અને ધોધ બે કાંઠે વહેતા હોય છે.આવા સમયે ખાસ કરીને પ્રકૃતિપ્રેમી પ્રવાસીઓ ડાંગ જિલ્લામાં મોટે પાયે પ્રવાસાર્થે આવતા હોય છે. જેમના જાનમાલની સલામતી માટે,તથા આડેધડ પાર્ક કરાતા વાહનોને કારણે કોઇ અકસ્માતો ન સર્જાય,અને પ્રવાસીઓ સહિત વાહનચાલકોને કોઇ નુકશાન ન પહોંચે તે ધ્યાને લેતા ડાંગ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ટી.કે.ડામોરે રોડ સાઇડ ઉપર આડેધડ વાહન પાર્કિંગ ન કરવા એક હુકમ બહાર પાડી સૂચના આપી છે.આ ઉપરાંત ગમે તે સ્થળોએ ઊભા રહીને,પોતાના કે અન્યોના જાનમાલની પરવાહ કર્યા વિના સેલ્ફી લેવા  તથા વાહનો રસ્તાની બાજુમાં પાર્ક કરવા ઉપર પ્રતિબંધ હુકમ કર્યો છે.ની ઘેલછાથી દૂર રહેવા પણ એ તાકિદ કરી છે.ડાંગ જિલ્લામાં ખાસ કરીને ચોમાસા દરમિયાન વઘઇ-સાપુતારા માર્ગ ઉપર વાહનચાલકો તેમના વાહનો ગમે ત્યાં પાર્ક કરીને ચોમાસાની મઝા માણતા હોય છે. પરંતુ તેમની આ ક્ષણિક મઝા અને આવેગ ગંભીર અકસ્માત સર્જી શકે તેમ હોઇ,આ પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા છે.આ પ્રતિબંધિત આદેશોનું ઉલ્લંધન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.તેમ પણ વધુમાં જણાવાયું છે.   update:

ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની સ્થિતિને ધ્યાને લઇ મોટોનદીઓ,તળાવો,ચેકડેમો, નાળા તેમજ નાના મોટા ધોધ વગેરેમાં માછલા પકડવા,કપડા ધોવા,ન્હાવા  માટે મોટીસંખ્યામાં લોકો જાય છે.વહેતા પાણીના વહેણમાં વહી જઇ મૃત્યુ થવાની સંભાવનાઓને લીધે આ બધી  પ્રવૃતિ ઉપર પ્રતિબંધ ફરમાવતો હુકમ ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ટી.કે.ડામોર દ્વારા કરવામાં આવ્યો છે.આ હુકમનો ભંગ કરના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે, તેમ પણ આ હુકમમાં વધુમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application