Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:લકઝરી બસ અને ટ્રક વચ્ચે ટક્કર:34 મુસાફરોને ઈજા:7 જણાની હાલત ગંભીર 

  • July 10, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ-વ્યારા નેશનલ હાઇવે માર્ગ આવતું કીકાકુઈ ગામના પાટીયા પાસે આજરોજ વહેલી સવારે લકઝરી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી,અકસ્માત એટલો ભયંકર હતો કે હાઇવે માર્ગ પરથી પસાર થતા વાહનો પણ થંભી ગયા હતા અને રાહદારીઓ અને આજુબાજુ માંથી દોડી આવેલા લોકોએ પોલીસ અને ઈમરજન્સી સેવા 108 ને કોલ કર્યો હતો, મુસાફરો ભરી નાગપુર થી સુરત તરફ જતી એક ખાનગી લકઝરી બસને સોનગઢના કીકાકુઈ ગામના પાટિયા પાસે આજરોજ વહેલી સવારે મુસાફર ભરેલ લકઝરી બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઇ હતી,ઘટનાની જાણ થતા સોનગઢ,પોલીસ,મામલતદાર અને પ્રાંત અધિકારી વ્યારા સહિત NHIનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતો,ઈમરજન્સી સેવા 108 વ્યારા,ચોરવાડ,સોનગઢ અને જામખડી તેમજ NHI ની એમ્બ્યુલન્સ સહિત પાંચ ગાડીઓની મદદથી બસમાં સવાર મુસાફરો પૈકી આશરે 34 જેટલા ઈજાગ્રસ્ત લોકોને વ્યારા ખાતે રેફરલ હોસ્પીટલમાં વાયુ ગતિએ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતા,મુસાફરોની સારવાર દરમિયાન 1 બાળકી સહિત 7 જણાની તબિયત લથડતા વધુ સારવાર અર્થે સુરત ખાતે રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માતમાં ડ્રાયવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો છે.ઘટના સ્થળ પર પહોચેલી પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.   High light:tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો......    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application