Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ તાલુકાના દક્ષીણના ગામોમાં મોબાઈલ નેટવર્કનાં ધાંધીયા:મોબાઈલ કંપનીઓની ગુણવત્તા સામે મોટો પ્રશ્નાર્થ !!

  • July 09, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:ભારત દેશ ડીઝીટલ ઈન્‍ડિયા તરફ દોટ મુકી રહ્યું છે પણ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ડિઝીટલ ઈન્‍ડિયાની વરવી વાસ્‍તવિકતા અનોખી જ છે.સોનગઢ તાલુકાના દક્ષીણ વિસ્તારમાં આવેલ ગામોમાં મોબાઈલ નેટવર્કના ધાંધિયાને કારણે પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે.જેને લઇ મોબાઈલ કંપનીઓની ગુણવત્તા સામે મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે. ડિઝીટલ ઈન્‍ડિયાની કેન્‍દ્ર સરકારની દોટ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં નિર્થક સાબિત થઈ રહી છે.તે એક કડવી વાસ્તવિકતા છે,મોબાઈલ કંપનીઓ ના ટાવરની બદત્તર સર્વિસના કારણે સોનગઢ તાલુકાના દક્ષીણ વિસ્તારમાં આવેલ ગામો જેવા કે દોણ,જામખડી,ગોપાલપુરા,સાદડવેલ,કણજી,મેઢા ભરાડદા સહિત અનેક ગામોના લોકો હજુ પણ આદિકાળમાં જીવતા હોય તેવી સ્‍થિતિનું નિર્માણ થવા પામ્યું છે.કારણે કે મોટીમોટી અને સુંદર જાહેરાતો બતાવતી મોબાઈલ કંપનીઓ દ્વારા ઉભા કરવામાં આવેલ મોબાઈલ ટાવર માત્ર શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે.આદિવાસી વસ્‍તી ધરાવતા દક્ષીણના આ ગામમાં લોકો મોબાઈલ તો રાખે છે પરંતુ જ્યાં સુધી મોબાઈલ નેટવર્ક નથી આવતું ત્યાં સુધી કોઈ સાથે વાત નથી કરી શકતા અથવા કોઈ ઊચાણ વાળો વિસ્તાર અથવા ડુંગર પર ચડીને વાતો કરવા મજબુર બન્યા છે.ચાલુ ચૌમાસાની સીઝન દરમિયાન મોબાઈલ નેટવર્કના ધાંધિયાને કારણે ગ્રામજનો હેરાન-પરેશાન થઈ ગયા છે.સગા-સંબંધીઓ સાથે તો માંડમાંડ વાત કરતા હોય ત્યારે ત્યાં કોલ ડ્રોપ થઈ જતા હોય છે.કયારેક તો ઈમરજન્‍સી સેવા ૧૦૮ કે પોલીસ તંત્રને ફોન કરવા માટે પણ ફાંફા પડી હતા હોય છે.ખાનગી હોય કે સરકારી કોઈપણ કંપનીના ટાવર કે લેન્‍ડલાઈન ફોનની સુવિધાઓ પણ આ ગામમાં સમયસર સેવા પૂરી પાડી શકતી નથી.જેથી અહીંના ગ્રામજનો મોબાઈલની કનેકટીવીટીના અભાવે જીવને જોખમમાં મૂકી કોઈ ઉચાંણ વાળા વિસ્તાર અથવા ડુંગર પર ચઢી મોબાઈલનો ઉપયોગ કરવા મજબુર બન્યા છે.અહીંના વિસ્તારના ગામોમાં કોઈ બિમાર હોય કે તંત્રને બોલાવવું હોય ત્‍યારે મોબાઈલ સાવ શોભાના ગાંઠીયા સમાન સાબિત થાય છે.સરકાર મોટી-મોટી વાતો કરતી હોવાની વાતો ગ્રામજનો કરી રહ્યા છે.પણ ફકત વ્યવસ્થિત મોબાઈલનો ટાવર ઉભો કરી શકવાની ક્ષમતા પણ તંત્રમાં ન હોવાનો વસવસો ગ્રામજનો વ્‍યકત કરી રહ્યા છે.(સાંકેતિક તસ્વીર)   High light:tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો......    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application