શૈલેષ પ્રજાપતિ દ્વારા,તાપીમિત્ર ન્યુઝ,માંડવી:ડેડીયાપાડા તાલુકા ના વાળવા ગામનો અશ્વિન મંણીલાલ વસાવા નામના શખ્સને વાહન ચોરી ના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી,માંડવી પોલીસ સ્ટેશન ની કસ્ટડી માંથી વહેલી સવારે 4:00 કલાકના સુમારે કેદી ફરાર થઇ જતા પોલીસ પણ દોડતી થઇ હતી.
પોલીસ સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ માંડવી પોલીસે દોઢ મહિના પહેલા વાહન ચોરીના ગુનામાં ડેડીયાપાડા તાલુકા ના વાળવા ગામનો અશ્વિનભાઈ મણીલાલ ને વાહન ચોરી ના ગુન્હામાં સ્થાનિક પોલીસે ધરપકડ કરી હતી,ફરાર થયેલ ઈસમ વિરુધ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશન નો માં પણ ગુન્હા નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.તારીખ.8મી જુલાઈ નારોજ વહેલી સવારે 4:00 કલાકના અરસામાં દરવાજા પર લગાવામાં આવેલ લોખંડની જાળી તોડી ફરાર થઈ જતા માંડવી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એસ.માલ સહિત પોલીસ કર્મીઓ ફરાર થયેલ આરોપીને શોધવા માટે તપાસ શરૂ કરી છે.બનાવના પગલે પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application