તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લાનો આદિવાસી સમાજ આજે પણ સંસ્કૃતિ ને વરેલો છે અને પોતાની સંસ્કૃતિને ટકાવી રાખવા આજે પણ જુનવાણી પરમ્પરા નિભાવી રહ્યો છે.આવી જ એક પરંપરા મુજબ આ સમાજ ઉંધી ઘડિયાળ થકી સમાજ અને દેશ માં આગળ વધી રહ્યો છે.પ્રાકૃતિક પૂજક ગણાતા આદિવાસી સમાજની એક આગવી ઓળખ છે.
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કોસંબીયા ગામના આદિવાસી આગેવાન લાલસીંગ ભાઈ આ યુવક આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરા મુજબ આજના ટેક્નોલોજીના જમાનામાં ધીરીગતિએ આગળ વધી રહ્યો છે,કારણ કે આ યુવકે તૈયાર કરી છે ઉંધી ઘડિયાળ આપણી ઘડિયાળ કરતા ઉંધી છે કારણ કે આ ઘડિયાળ પ્રકૃતિ મુજબ તૈયાર કરવામાં આવી છે અને ખાસ કરી ને આજના યુવકોને સમાજ પ્રત્યે આગળ લાવવા આ ઘડિયાળ લાલસીંગ ભાઈ દ્વારા તૈયાર કરી તાપી જિલ્લાના વાલોડથી દેશ ના ખૂણેખૂણે મોકલાવવામાં આવી રહી છે.આ આદિવાસી ઘડિયાળની વિષેશતા એ છે કે આદિવાસી સમાજમાં સંસ્કૃતિ મુજબ નુર્ત્ય ,પૃથ્વી ની ધરા,તેમજ અન્ય પરંપારીક જનજીવન ને લગતી કળા આ ઘડિયાળ મુજબ જ ફરે છે સાથે ખાસ કરી ને આદિવાસી ની વિચાર ધારા પર બનાવવામાં આવતા લોકો આકર્ષિત થઈ દૂરદૂર થી લેવા આવી રહ્યા છે.અંબાજી થી ઉમરગામ સુધી નો આદિવાસી સમાજ આજે પણ પોતાની સંસ્કૃતિ ટકાવી રાખવા મથામણ કરી રહ્યો છે,એવીજ રીતે આ નવયુવાન દ્વારા જે ઘડિયાળ તૈયાર કરવા માં આવી છે એ દેશ ના દરેક આદિવાસી સમાજ સહીત દરેક સમુદાય માં પોહ્ચે એ માટે ખાસ કરી ને સોસીયલ મીડિયા નો સહારો લેવા માં આવ્યો છે ત્યારે સંસ્કૃતિ ને ટકાવી રાખવા આજે પણ આવા નવયુવાનો મથામણ કરી રહ્યા છે એ એક સરાહનીય બાબત કહી શકાય.
high light-આ આદિવાસી ઘડિયાળ ની વિષેશતા એ છે કે આદિવાસી સમાજમાં સંસ્કૃતિ મુજબ નુર્ત્ય ,પૃથ્વી ની ધરા,તેમજ અન્ય પરંપારીક જનજીવન ને લગતી કળા આ ઘડિયાળ મુજબ જ ફરે છે સાથે ખાસ કરી ને આદિવાસી ની વિચાર ધારા પર બનાવવામાં
High light:tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો......
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application