તાપીમિત્ર ન્યુઝ,સુરતઃસુરતના ઓલપાડના અંભેટા ગામ પાસે વરસાદી વાતાવરણ વચ્ચે વહેલી સવારે બે સ્કૂલ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં નાની સ્કૂલ બસમાં બેઠેલા 20 થી 25 જેટલા બાળકોને સદનસિબે આબાદ બચાવ થયો હતો.બસ ડ્રાઈવરની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.વહેલી સવારે ધ મિલેનિયમ સ્કૂલની બસ અને તપ્તી વિલે ઈન્ટરનેશનલ સ્કૂલની બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.બંને બસ વચ્ચેની ટક્કર એટલી જબરદસ્ત હતી કે,જેમાં તપ્તીવિલે સ્કૂલ બસની ડ્રાઈવર સાઈડ પૂરી અંદર દબાઈ ગઈ હતી. આ બસમાં લગભગ 20 થી 25 બાળકો સવાર હતા.બસના ઘાયલ ડ્રાઇવરને 108 ની મદદથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો,તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.આ ઘટનાની જાણ વિદ્યાર્થીઓના વાલીને થતાં,તેમના જીવ તાળવે ચોટી ગયા હતા.જોકે,પોતાના બાળકોને સુરક્ષિત હોવાનું માલુમ પડતા માતા-પિતાઓએ રાહતનો શ્વાસ લીધો હતો.રાજ્યના તમામ મોટા શહેરમાં મોટી મોટી સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને લેવા-મૂકવા માટે બસની સુવિધા આપવામાં આવતી હોય છે,જેમાં બાળકને સુરક્ષિત સ્કૂલમાં સમયસર પહોંચાડવાની જવાબદારી બસ ડ્રાઈવર પર આવી જાય છે,કેટલીકવાર બસને ટાઈમસર સ્કૂલમાં પહોંચાડવા માટે બસ ડ્રાઈવર બાળકોની સુરક્ષાને નેવે મુકી ઓવર સ્પીડમાં ગાડી ચલાવતા હોવાની ફરિયાદો પણ સામે આવતી હોય છે.આ અકસ્માતની ઘટનાના ફોટા જોઈ માલુમ થાય છે કે,બંને બસ વચ્ચેની ટક્કર કેટલી જબરદસ્ત હશે,એક બસનો તો ડ્રાઈવર સાઈડના આખા ભાગનો કચ્ચરઘાણ વળી ગયો છે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500