Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત:જુગાર રમતા માજી કોર્પોરેટર ગીરીશ પટેલ સહિત 24 લાખનો મુદ્દામાલ સાથે 15 જણા ઝડપાયા

  • July 08, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સુરતઃસુરતના ઓલપાડ પોલીસ દ્વારા સરસ ફાર્મમાં રેડ પાડવામાં આવી હતી.જેમાં માજી કોર્પોરેટર ગીરીશ પટેલ સહિત 15 જેટલા મોટા માથા જુગાર રમતા ઝડપાયા છે.પોલીસને બાતમી મળી હતી કે,સરસ ફાર્મમાં જુગાર રમવામાં આવી રહ્યો છે,તો તુરંત પોલીસે રેડ કરી કુલ રૂ.24 લાખના મુદ્દામાલ સાથે 15 જુગારિયાઓને ઝડપી પાડ્યા હતા. ઓલપાડ પોલીસને સાંજે માહિતી મળી કે ઓલપાડના સરસ ફાર્મમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. પોલીસે રેડ પાડતા જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી,પોલીસે તમામ 15 લોકોને 3 લાખ રોકડા,તેમજ મોબાઈલ ફોન અને 6 કાર સાથે કુલ રૂ.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.આ જુગારીયાઓમાં માજી કોર્પોરેટર સહિત મોટા માથા સામેલ છે.જોકે,પોલીસે મોડી રાત્રે જ જુગારીઓને જામીન પર છોડી મુક્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ,આ વર્ષે સુરતમાં તાપી નદીના કિનારે ચાલતા જુગારધામ પર દરોડા પાડી પોલીસે 50 જુગારિયાઓની ધરપકડ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application