Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ:ગૉલ્ડન ગર્લ કુ.સરીતા ગાયકવાડની વધુ એક સિદ્ધિ:ઇન્ડોનેશિયાના જકાર્તામાં યોજાનારી એશિયન ગેમ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ

  • July 06, 2018 

તાપીમિત્ર ન્યુઝ,ડાંગ:આગામી તા.૧૮ ઓગષ્ટ,૨૦૧૮ થી રજી સપ્ટેમ્બર, ૨૦૧૮ દરમિયાન ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે યોજાનારી એશિયન ગેમ્સમાં ડાંગ જિલ્લાની આદિવાસી યુવતિ,અને ભારતની ગૉલ્ડર્ન ગર્લ કુ.સરીતા ગાયકવાડની ૪/૪૦૦ મીટર રીલેદોડમાં ધી એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા દ્વારા પસંદગી થતાં,સરીતા ગાયકવાડના ગામ એવા કરાડીઆંબા સહિત સમગ્ર ડાંગ જિલ્લા સહિત ગુજરાત રાજ્ય,અને દેશભરમાંથી, સરીતા ગાયકવાડ ઉપર શુભેચ્છાઓનો વરસાદ વરસવા પામ્યો છે. તાજેતરમાં આસામના ગુવાહાટી ખાતે સંપન્ન થયેલી ૫૮મી નેશનલ ઇન્ટરસ્ટેટ સીનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ બાદ, ગત તા.૩૦મી જુન, ૨૦૧૮નાં રોજ ધી એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાની યોજાયેલી પસંદગી સમિતિની બેઠકમાં આ સ્પર્ધા સહિત નેશનલ કોચિંગ કેમ્પમાં ભાગ લઇને, ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ખેલાડીઓને જકાર્તા માટેની ટીકીટ આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, કુ.સરીતા ગાયકવાડે આ નેશનલ કેમ્પમાં સફળતાપૂર્વક ભાગ લઇ, ઇન્ટર સ્ટેટ ચેમ્પિયનશીપમાં ૪૦૦ મીટર વિધ્નદોડમાં ગુજરાત માટે બ્રોન્ઝ મેડલ અંકે કર્યો હતો.૪/૪૦૦ મીટર રીલેદોડમાં ગૉલ્ડન ગર્લ કુ.સરીતા ગાયકવાડ સાથે ભારતની દોડવીરો એવી એમ.આર.પુવમ્મા, સોન્યા વૈશ્ય, વિજયાકુમારી, વી.કે.વિસ્મયા અને જીસ્ના મેથ્યુની પણ પસંદગી થવા પામી છે. જે પૈકી સ્પર્ધાની અંતિમ ક્ષણે ઇન ફૉર એથ્લેટિક્સની પસંદગી કરવામાં આવશે.૫૮મી ઇન્ટરસ્ટેટ સીનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ૪૦૦ મીટર વિધ્નદોડમાં ૫૮:૦૧ સેકન્ડ સાથે ગુજરાત રાજ્ય માટે બ્રોન્ઝ મૅડલ મેળવનારી ડાંગની દિકરી કુ.સરીતા ગાયકવાડ આગામી તા.૯મી જુલાઇથી પોલેન્ડ (યુરોપ) ખાતે એશિયન ગેમ્સની ધનિષ્ઠ તાલીમ માટે જઇ રહી છે. જ્યાંથી તે સીધી ઇન્ડોનેશિયા માટે ઉડાન ભરી, જકાર્તા ખાતે યોજાનારી એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમાર સહિત જિલ્લાના ઉચ્ચાધિકારીઓ, પદાધિકારીઓ, મીડિયાકર્મીઓ, પ્રબુદ્ધ નાગરીકો, સરીતા ગાયકવાડના ચાહકો સૌએ, તેણી ભારતને વધુ એક સ્વર્ણપદક અપાવે તે માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. તો રાજ્ય સરકાર વતી ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રમણલાલ પાટકરે પણ સરીતા ગાયકવાડને શુભકામના પાઠવી છે. high light-આસામ ખાતે યોજાયેલા ક્વોલિફાઇંગ રાઉન્ડમાં બ્રોન્ઝ મૅડલ સાથે નોંધાવી દાવેદારી.. high light-૪/૪૦૦ મીટર રીલેદોડમાં સરીતા ગાયકવાડ ભારતને સ્વર્ણ પદક અપાવે તે માટે વર્ષ્યો શુભેચ્છાઓનો વરસાદ..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application