Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:ભાજપના યુવા નેતાને કાપી નાંખવાની ધમકી:બે કોમના લોકો સામસામે આવી જતા વાતાવરણ તંગ:પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

  • June 17, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વાલોડ:વાલોડના બુહારી ગામમાં ભાજપના યુવા નેતાને કાપી નાખવા માટે એકાએક ધસી આવેલું મુસ્લિમોનું એક ટોળાને કારણે બે કોમના લોકો સામસામે આવી ગયા હતા.જેને લઈને ગામનું વાતાવરણ તંગ બન્યું હતું,ઘટનાની જાણ થતા ઉચ્ચપોલીસ અધિકારીઓનો એક કાફલો ઘટના સ્થળે દોડી જઈ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. વાલોડ તાલુકાના મુસ્લિમોનું એક મોટું ટોળું ભાજપના યુવા નેતા સુરજ દેસાઈને મારવા માટે ગત રાત્રે 11:30  કલાકના અરસામાં બુહારી ગામના સર્કલ પાસે ધસી આવ્યું હતું,બનાવની જાણ ગ્રામજનોને થતા ગામનું પણ એક ટોળું સર્કલ પાસે દોડી આવ્યું હતું.બંને કોમ ના લોકો આમને સામને આવી ગયા હતા.ગુજરાત પ્રદેશ ભાજપના યુવા મોરચાના સંયોજક સુરજ દેસાઈ રમજાન ઈદ નિમિતે ગામના મુસ્લિમ યુવકો સાથે સાપુતારા ફરવા માટે જતા હતા તે સમય દરમિયાન સવારે આશરે 10:00 કલાકના અરસામાં ડોલવણ ગામના રસ્તાઓ પર બેફામ રીતે બાઈક ચાલવતા જતા કેટલાક મુસ્લિમ લોકોએ રસ્તા બ્લોક કરી દીધો હતો જેમને ભાજપના યુવા નેતા સુરજ દેસાઈ સમજાવા જતા બોલાચાલી બાદ મામલો ગરમાયો હતો.જોકે નેતાએ પોલીસને જાણ કરતા પોલીસે મામલો થાળે પાડ્યો હતો.તે બાદ રાત્રેની સમયે એકાએક મુસ્લિમોનું એક ટોળું સુરજ દેસાઈને મારવા માટે બુહારી ગામના સર્કલ પાસે ધસી આવ્યું હતું. ડોલવણ પાસે થયેલી બોલાચાલીની અદાવતમાં ભાજપના નેતા સુરજ દેસાઈને મારવા માટે ધસી આવેલા લોકોએ પાકિસ્તાન જિંદા બાદના નારા પણ લગાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.સુરજ દેસાઈની બુમો પડવાની સાથે હિન્દુઓને અપમાન જનક શબ્દો બોલી ગામમાં આતંક અને ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું.હિન્દુ સમાજની લાગણી દુભાઈ એ રીતે જાહેરમાં માં-બહેન સમાન ગાળો આપી હતી.બીજી તરફ ૨૦૦૦ થી વધુ ગ્રામજનો સર્કલ પાસે દોડી આવ્યા હતા.બંને કોમના લોકો આમને સામને થઇ જતા માહોલ ગરમાયો હતો.ભાજપ ના નેતા સુરજ દેસાઈના આશરે ૨૦૦૦ થી વધુ સમર્થકો પણ ભેગા થઇ જતા મુસ્લિમોના ટોળામાં ફફડાટ ફેલાઈ જવાની સાથે કેટલાક જણા ઉભી પૂછડીએ નાસી છુટ્યા હોવાની વિગતો પણ સામે આવી છે.પરીસ્થિતની જાણ પોલીસને થતા ઉચ્ચઅધિકારી સહિતનો એક કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.અને તેમની દરમિયાનગીરી થી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.બનાવ અંગે વાલોડ પોલીસ મથકે (1)સિકંદરભાઈ (2)અલ્તાફ કાઝી(3)કરીમ મિર્ઝા સહિત અન્ય 50 થી 60 જેટલા લોકો વિરુધ્ધ ફરિયાદને આધારે ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.હાલ પોલીસ બુહારી ગામના સર્કલ પાસે લગાવામાં આવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે દોષિતોની ઓળખ કરી તેમને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.બનાવને પગલે બુહારી અને વાલોડ ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.   High light:tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો......


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application