Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શ્રી રોકડીયા હનુમાનજી સેવા સમિતિ ટ્રસ્ટ આયોજીત ૩૧મી સાલગીરી પાટોત્સવનું આયોજન

  • October 27, 2021 

શહેરના પાંડેસરા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલ સૌનું આસ્થાનું પ્રતિક શ્રદ્ધા નું બીજું નામ રોકડીયા હનુમાનજી ધામ કે જ્યાં ધજા ફરકે છે ધર્મની એવા રોકડિયા હનુમાનજી મંદિર પાંડેસરા હાઉસિંગ બોર્ડ ખાતે આગામી ૨૮ મીએ ૩૧મી સાલગીરી પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

 

 

 

 

 

ગુજરાત હાઉસિંગ બોર્ડ પાંડેસરા હરિઓમ નગર ખાતે આવેલા શ્રી રોકડીયા હનુમાનજી દાદા નુ ધામ કે જ્યાં શહેર ભરમાંથી લોકો દાદાના દર્શને આવે છે અને દાદાના દરબારમાં આવી ને દાદાના દર્શન કરીને મનને શાંતિ મેળવી ધન્યતા અનુભવે છે. જ્યાં ધર્મની ધજા ફરકે છે એવા રોકડિયા હનુમાનજી દાદા ના ધામે અનેક ધાર્મિક કાર્યક્રમો નું સતત આયોજન થતું રહેતું હોય છે ત્યારે દાદાની આગામી ૨૮ મી ને ગુરૂવારના રોજ ૩૧મી સાલગીરી પાટોત્સવ હોય શ્રી રોકડીયા હનુમાનજી સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા પાટોત્સવની ઉત્સાહપૂર્વક અને અતિ આનંદ અને ઉત્સાહપૂર્વક ભક્તિમયના દિવ્ય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવશે.

 

 

 

 

મંદિરના પટાંગણમાં સવારથી જ દિવસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારે ૬ કલાકે દાદાને કેસર સ્નાન કરાવવામાં આવશે ત્યારબાદ ૭ કલાકે સમૂહ હનુમાન ચાલીસા તથા આરતી કરવામાં આવશે સવારે ૯  વાગ્યે થી બપોરે ૨.૩૦ વાગ્યા સુધી ભક્તિમય વાતાવરણમાં મારુતિ યજ્ઞ કરવામાં આવશે સાંજના ત્રણ વાગે મારુતિ યજ્ઞ માં શ્રીફળ હોમવામાં આવશે જ્યારે સાંજના છ કલાકે બાળકોને બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે સાત વાગ્યા બાદ ભક્તજનો ની ઉપસ્થિતિમાં મહા આરતી કરવામાં આવશે અને રાત્રે સાડા આઠેક વાગ્યાના અરસામાં ભક્તિમય વાતાવરણમાં સમૂહ સુંદરકાંડ કરવામાં આવશે. દાદાના ધામને અદભુત ફૂલોનો શણગાર થી સજાવવામાં આવશે .

 

 

 

 

આ ઉપરાંત આ ભવ્ય પ્રસંગ દાદા ના આશીર્વાદથી અતિ આનંદ અને ઉત્સાહપૂર્વક ભક્તિમય ના દિવ્યા માહોલ વચ્ચે ઉજવવામાં આવશે શહેરના ધર્મપ્રિય ભક્તોને દાદાના પ્રસંગની ઉજવણીમાં સહભાગી થઈ ધન્યતા અનુભવવા જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application