Tapi mitra news:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ ધોરણ-૧૦ ઍસ.ઍસ.સી.માર્ચ-૨૦૨૦ ની પરીક્ષા જાહેર થયું છે. જેમાં નવસારી જિલ્લાનું પરિણામ ૬૪.૭૨ ટકા આવ્યું છે. જેમાં પ્રથમક્રમે સુરત, બીજાક્રમે અમદાવાદ શહેર, ચોથાક્રમે અમદાવાદ ગ્રામ્ય અને પાંચમા નવસારી જિલ્લો આવ્યો છે. નવસારી જિલ્લામાં ઍ ગ્રેડવાળા વિદ્યાર્થીઓ ૫૭ છે. રાજયમાં ઍ ગ્રેડવાળા ૨૩૭૫૪ અને જિલ્લામાં ૬૪૯ વિદ્યાર્થીઓ છે. નવસારી જિલ્લાની કુલ-૩૮ શાળાઓઍ ૯૦ ટકાથી વધુ પરિણામ અને ૧૦ શાળાઓઍ ૧૦૦ ટકા પરિણામ હાંસલ કર્યુ છે. નવસારીની ડિવાઇન સ્કુલની વિદ્યાર્થીની પટેલ માનસી હર્ષદભાઇઍ કુલ-૬૦૦ ગુણમાંથી ૫૭૮ ગુણ સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે. ઍ.બી.સ્કુલ, ચીખલીની વિદ્યાર્થીની પટેલ ક્રિશા નવીનભાઇઍ ૬૦૦ ગુણમાંથી ૫૭૦ ગુણ મેળવી શાળાનું નામ રોશન કર્યુ છે. નવસારી જિલ્લાનું ઝળહળતું પરિણામ આવતા શ્રી શિક્ષણાધિકારી શ્રી ચૌધરીઍ કર્મઠ શિક્ષકો, આચાર્યશ્રીઓ, સંચાલકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application