Tapi mitra News-સમગ્ર દેશ માં કોરોના વાયરસ ના સંક્રમણ ને ફેલાતો અટકાવવા લોકડાઉન નો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે, ત્યારે ગુજરાત માં વસવાટ કરતા પરપ્રાંત ના શ્રમિકો રોજગાર ન મળતા હવે પોતાના વતન જવા ની જીદ પકડી રહ્યા છે, તાપી જિલ્લા ના કાકરાપાર અણુમથક પ્લાન્ટ માં કામ કરતા યુપી, બિહાર અને અન્ય રાજ્ય માંથી આવતા આશરે 500 થી વધુ મજૂરો એ રસ્તા પર ઉતરી વેતન આપવાની સાથે વતન જવાની જીદ પકડી હતી, ઘટનાની જાણ થતા તાપી અને સુરત જીલ્લાના પોલીસ ખાતાના ઉચ્ચઅધિકારીઓનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતો, અને કામદારો સાથે મિટિંગ કરી મામલો થાળે પાડ્યો હતો.
ગુજરાતમાં હવે દિવસે બે દિવસે પરપ્રાંતીય મજૂરો વતન જવાની જીદે રરસ્તા પર ઉતરી આવ્યાની ઘટનાઓમાં વધારો થયો છે. બે દિવસ પહેલા સુરતમાં હજારો મજુરોએ રસ્તા પર ઉતરી આવી પત્થરમારો અને આગચંપી કરી હતી.ત્યારે સુરત બાદ હવે, કાકરાપાર અણુ મથક પ્લાન્ટમાં કરતા શ્રમિકો હવે પોતાના વતન જવા ની માંગ કરી રહ્યા છે, આજરોજ તાપી અને સુરત જિલ્લા ને અડી ને આવેલ કાકરાપાર અણુમથક ના પ્લાન્ટ નંબર 3 અને 4 માં કામ કરતા આશરે 500 થી વધુ શ્રમિકો એ પોતાના વતન જવાની માંગ સાથે તેમને કોન્ટ્રક્ટરો દ્વારા વેતન મળે તે માટે રસ્તા પર ઉતરી હોબાળો કર્યો હતો, શ્રમિકો ના હોબાળા ને લઈ સુરત અને તાપી જિલ્લાના પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ નો કાફલો ઘટના સ્થળે પોહચી કાયદો અને વ્યવસ્થા જાળવવા ની અપીલ કરી હતી, બાદ માં કાકરાપાર અણુમથક ના સ્ટેશન ડાયરેકટર સહિત ના ઉચ્ચ અધિકારીઓ સાથે કામદારો ના આગેવાનો એ મિટિંગ કરી સમજાવ્યા બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો.
કેએપીએસ પ્લાન્ટમાં કામ કરતા અજીત સિંઘે જણાવ્યું હતું કે,યહાં પે હમ 12 માર્ચ સે ફાસે હુએ હે,લોકડાઉન સે હમ ઘર પે નહી જા રહે હે,હમ યહી ચાહતે હે કી ઘર પે ચાલે જાયે,પ્રશાસન સે બાત ચલ રહી હે,તેમજ અન્ય કામદારોએ જણાવ્યું હતું કે, દો મહિને સે પૈસા માંગ રહે હે અભીતક નહીં મિલ રહા હે, ખોરાકી ભી બંધ કર દી હે, યહાં પર ફસે 2000 સે જ્યાદા આદમી અપને ગાંવ જાનેકી માંગ પર અડે હૈ.
શ્રી એમ.પી.હંસોરા,એન.પી.સી.આઈ.એલના સાઈટ ડાયરેક્ટરે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, હમારે પ્લાન્ટ મેં 3-4 કે કામ ચાલ રહે હે, સડન્લી આજ લેબર કેમ્પમેં કુછ લોગ જો આઉટ સ્ટેટ કે હે, વો લોગ બહાર આકે બોલ રહે થે હમે અભી હમારે સ્ટેટ જાના હે, ઉનકો પોલીસ અથોરિટીકે સાથ સમજાયા હે, કિસ તરીકેસે જાના હે ક્યુકી નોર્મલી અભી યહ એલાઉડ નહીં હે, કામ ચાલુ હે મગર કોઈ પ્રશ્ર્નલ પ્રોબ્લેમ હોતો જાના ચાહતે હોતો ઉસકા નામ નોટ કરવા દે ઔર પુરા 1200 લોગ હોંગે તો ઉન લોગોકો જાને દેંગે, લેબર કેમ્પ મેં યહાં પર 2000 લોગ કામ કર રહે હે, ઉસમેંસે 300 -400 લોગ ગેટ પે આ ગયે થે, ઉન લોગોકો હમને સમજાયા હે, અભી સબ લોગ કામ પે આ ગયે હે, સબ કોન્ટ્રક્ટરો કો હમને મીટિંગમે બુલવાયા થા ઉન્હોને બોલા કે હમારા કોઈ ઇસ્યુ નહીં હે, માર્ચ તક પુરા પેમેન્ટ હો ચુકા હે, ઔર એપ્રિલ કી કાર્યવાહી ચાલ રહી હે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500