Tapi mitra News-હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનધ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે.જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી ધ્વારાસમાયાંતરે કોરોના વાયરસ COVID-19ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેરકરવામાં આવેલ છે. જે અનુસંધાને કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતાતકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસનેફેલાતો અટકાવવા સારૂ વિસ્તૃત સુચના બહાર પાડવામાં આવેલ છે. કોરોનાવાયરસ COVID-19નાં ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તાપી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાંસોસીયલ ડીસ્ટન્સીંગ જાળવવું જરૂરી જણાય છે.
જે ધ્યાને લેતા તાપીના જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર.જે.હાલાણી,(આઈ.એ.એસ) દ્વારા ભારતીયફોજદારી કાર્યરીતિ અધિનિયમ- ૧૯૭૩ની કલમ- ૧૪૪, ધી ગુજરાત એપેડેમીક ડિસીઝ એકટ૧૮૯૭ની કલમ-ર અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની કલમ – ૩૦ તથા ૩૪ તથાઆરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના જાહેરનામાં ક્રમાંક : જીપી-૯/એનસીવી/૧૦૨૦૨૦/ એસએફ.૧/જી, તા.૧૩/૦૩/૨૦૨૦ અન્વયે, તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાનાં ઈંટવાઈ ક્ંટેઇનમેંટ એરિયા જાહેર કરી, ગામના લોકોને હોમ ક્વોરોંટાઈનમા રહેવાનો હુકમ કરવામાં આવ્યો છે.
ઈંટવાઇ ગામની કુલ વસ્તી ૧૪૯૦,કુલ કુટુંબ ૨૪૨,કુલ ફળિયા ૦૩ (જે પૈકી મંદિર ફળિયુ ૭૨/૪૨૯,ગ્રામ પંચાયત ફળિયુ ૭૨/૪૫૩, અને સરપંચ ફળિયુ ૯૮/૬૦૮) ઉ૫રોકત વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉ૫ર સંપુર્ણ પ્રતિબંઘ મુકવામાંઆવે છે. આ વિસ્તારનાં રહેવાસીઓને રાશન વિગેરે આવશ્યક ચીજ-વસ્તુઓ વહીવટી તંત્રઘ્વારા હોમ ડિલીવરીથી પુરી પાડવામાં આવશે.
આ ઉપરાંત મોજે.ઇટવાઇ, તા.કુકરમુંડા, જિ.તાપીના ૭ કિ.મી. ત્રિજ્યામાં આવેલ નીચેમુજબનાં વિસ્તારોને બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે.
૧ પાટીપાળા નિશાળ ફળિયુ ૮૫/૩૮૭
૨ ૫રોડ આંગણવાડી ફળિયુ ૮૮/૪૨૦
૩ ઉઘમઘડી આશ્રમ ફળિયુ ૮૧/૩૯૭
૪ નિશાળ ફળિયુ ૮૮/૪૨૩
કુલ ૩૪૨/૧૬૨૭
ઉ૫રોકત મુજબનાં બફર એરીયાની હદને સીલ કરવામાં આવે છે. તથા સદરવિસ્તારમાં આવશ્યક સેવાઓનાં પુરવઠા સંબઘિત અવર-જવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લોરાખવાનો રહેશે. આવશ્યક ચીજ-વસ્તુની ખરીદી માટે માત્ર સવારે ૮.૦૦ થી ૧૧.૦૦ કલાકસુઘી મુકિત આ૫વામાં આવે છે. જેમાં સોસ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્ત૫ણે પાલન કરવાનું રહેશે.
ઉકત વિસ્તારો માટે નીચે મુજબની અમલવારી કરવાની રહેશે.
(૧) આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર થર્મલ સ્ક્રીનીંગ કરવાનું રહેશે.
(ર) આ વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનોરહેશે.
(૩) આવશ્યક સેવાઓ (તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબંધિત ફરજોસહિત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગીવગર વસ્તીની આવાન – જાવનની પ્રવૃતિઓ ન થાય તે મુજબ નિયંત્રણ કરવામાંઆવશે.
અમલવારીનો સમયગાળો.......
આ હુકમ તા.૦૨/૦૫/ર૦૨૦ થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.
અપવાદ....
ઉપર જણાવેલ વિસ્તારો માટે નીચે મુજબના અપવાદ લાગુ પડશે:
સરકારી ફરજ પરની વ્યક્તિઓ તથા વાહનો (સરકારી અને ખાનગી સહિત)
આ વિસ્તારમાંથી પસાર થતા તમામ માલ વાહક વાહનો
આ વિસ્તારમાં આવેલ આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તથા સસ્તા અનાજની દુકાનો
આવશ્યક ચીજ-વસ્તુઓનું વેચાણ-વિતરણ કરતા તેમજ વહીવટી તંત્ર ઘ્વારા ઇસ્યુ કરવામાં આવેલ પાસઘારકો
સજા.......
આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટનીકલમ-૫૧ થી ૬૦ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્રથશે. આ હુકમ અન્વયે તાપી જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અઘિક્ષકશ્રી થી હેડપોલીસ કોન્સ્ટેબલ સુઘીનો હોદ્દો ઘરાવનાર તમામ અઘિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગકરનાર ઈસમો વિરૂઘ્ઘ આઈ.પી.સી. કલમ-૧૮૮ મુજબ ફરીયાદ દાખલ કરવા અઘિકૃતકરવામાં આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500