Tapi mitra News- “કોરોના”ના સંક્રમણ સામે રક્ષણ આપતી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેની હોમીઓપેથી દવા “આર્સેનિક આલ્બમ 30”નું વ્યારાની કાલિદાસ હોસ્પિટલ દ્વારા વિના મૂલ્યે વિતરણ શરૂ કરાયું છે.
ગુજરાત સરકાર અને ભારત સરકારના માર્ગદર્શન અનુસાર વ્યારા (તાડકુવા) સ્થિત સી.એન.કોઠારી હોમીઓપેથી મેડિકલ કોલેજ સંચાલિત કાલિદાસ હોસ્પિટલ, અને ઇંડિયન રેડક્રોસ સોસાયટી, તાપી દ્વારા વ્યારા નગરમાં અંદાજિત 13,000 ઘરોમાં વિનામુલ્યે “આર્સેનિક આલ્બમ 30”નું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ તાપી જિલ્લા કલેક્ટર શ્રી આર.જે.હાલાણીના હસ્તે કરવામાં આવ્યો હતો.હોમીઓપેથી કોલેજ તથા કાલિદાસ હોસ્પિટલના આ પ્રયાસોને બિરદાવી કલેક્ટર શ્રી હાલાણીએ ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા પણ, જ્યારે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના માર્ગદર્શક ઉપાયો સૂચવવામાં આવી રહ્યા છે ત્યારે, આ હોમીઓપેથી દવા વ્યારા નગરવાસીઓને ચોક્કસ જ લાભદાયી થઈ પડશે તેમ જણાવ્યુ હતું.ઉલ્લેખનીય છે કે, સંસ્થાના “કોરોના યોદ્ધા ટિમ” વતી માનદ ચીફ એકઝીકયુટિવ ડાયરેક્ટર ડો.અજયભાઈ દેસાઇ, મંત્રી શ્રી રાકેશભાઈ કાચવાલા, અને ટ્રસ્ટી શ્રી સંજયભાઈ શાહના હસ્તે તાપી જિલ્લા પોલીસ ફોર્સના અંદાજિત 2200 થી વધુ જવાનો માટે પણ, તાજેતરમાં જ રોગ પ્રતિકારક શક્તિ વધારતી આ દવા પોલીસ વિભાગને સુપ્રત કરવામાં આવી હતી. જે બદલ પોલીસ અધિક્ષક શ્રી એન.એન.ચૌધરીએ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500