Tapi mitra News-તાપી જિલ્લાના વાલોડ તાલુકાનાં બુહારી ખાતેનું શાકભાજી માર્કેટ લોકડાઉન ખૂલે ત્યાં સુધી બલ્લુકાકા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સ્થળાંતરીત કરવામાં આવ્યું છે. વાલોડના તાલુકા પ્રશાસન તરફથી મળેલી વિગતો અનુસાર વાલોડ તાલુકાના બુહારી ગામે આસપાસના 20 થી વધુ ગામોના શાકભાજી પક્વતા ખેડૂતો, વેપારીઓ તેમના ખેત ઉત્પાદનનું વેચાણ કરવા માટે આવતા હોય છે. આ સ્થિતિમાં શોસિયલ ડિસ્ટન્સિંગ સહિત, ફેસ માસ્ક અને હેન્ડ ગ્લોઝના ઉપયોગ સહિત “લોકડાઉન” ના તમામ નીતિનિયમોનું અહી સુપેરે પાલન કરી શકાય તે માટે, જિલ્લા કલેક્ટર શ્રી આર.જે.હાલાણી, જિલ્લા વિકાસ અધિકારી કુ. નેહા સિંઘ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એન.એન.ચૌધરીના સંયુક્ત પ્રયાસોથી, જ્યાં સુધી લોકડાઉનની સ્થિતિ પ્રવર્તે છે, ત્યાં સુધી બુહારીનું આ શાકભાજી માર્કેટ, બુહારી-ઉનાઇ રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરની સામેના બલ્લુકાકા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ખસેડવાનું નક્કી કરાયું છે. જેથી તમામ વેપારીઓને નિયત જગ્યા સિવાય અન્ય સ્થળોએ શાકભાજીનું વેચાણ નહીં કરવા, અને લોકડાઉનના તમામ નિયમોનું ચોકસાઈથી પાલન કરવાની જિલ્લા વહીવટી તંત્રે અપીલ કરી છે. જો કોઈ વ્યક્તિ દ્વારા આ સૂચનાઓનો અનાદર કરાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે, તેમ પણ વધુમાં જણાવ્યુ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500