Tapi mitra News-ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આજરોજ ડાંગ જિલ્લા પોલીસ દ્વારા મેઇન રોડ આહવા બજાર વિસ્તારમાં લોકડાઉન દરમિયાન કડક અમલ કરાવાયો હતો. હાલમાં જ ચાલી રહેલા કોરોના વાઇરસને અટકાવવા માટે સરકારશ્રી દ્વારા અનેક પગલા લેવાઇ રહયા છે ત્યારે ડાંગ પોલીસ વડા શ્રીમતિ શ્વેતા શ્રીમાળીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આહવા મેઇન રોડની આજુબાજુ વહેલી સવારથી શાકભાજી નાના ધંધાર્થીઓ પોતાનો રોજગાર શરૂ કરે છે. કોરોના વાઇરસને આવતો જ અટકાવવા માટે આવા સમયે લોકોની ભીડ થાય અને સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાય તો મુશ્કેલી ઉભી થાય જેથી આહવા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રી પી.એમ.જુડાલ અને તેમની ટીમ દ્વારા કડક અમલ શરૂ કરાયો છે. શાક માર્કેટ તેમજ કરિયાણાની દુકાનમાં લોકો દુર દુર ઉભા રહી ખરીદી કરે તે ઈચ્છનીય છે. આહવા ખાતે આવેલ બેંક ઓફ બરોડાના પટાંગણમાં ગ્રાહકો માટે મંડપની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યાં પોલીસની ટીમે સોશ્યલ ડિસ્ટન્સ રાખવા કહયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application